OLA electric scooter fire: છેલ્લા એક મહિનાથી દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ, હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે દંગ રહી જશો. વાસ્તવમાં, તમિલનાડુમાં એક વ્યક્તિએ OLA S1 Pro સ્કૂટરને પેટ્રોલ નાખીને આગ(OLA electric scooter fire) લગાવી દીધી હતી. હવે આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કૂટરને આગ લગાડનાર વ્યક્તિ સ્કૂટરનો માલિક છે. તેણે થોડા સમય પહેલા આ સ્કૂટર ખરીદ્યું હતું. પરંતુ, તે સ્કૂટરના પ્રદર્શન અને રેન્જ બંનેથી નારાજ હતો. એટલે કે, કંપનીના દાવા મુજબ ન તો સ્કૂટર પરફોર્મ કરી રહ્યું હતું અને ન તો તે યોગ્ય રેન્જ આપી રહ્યું હતું.
આ ઘટના તમિલનાડુના અંબુર બાયપાસ રોડ પાસે બની હતી. સ્કૂટરને આગ લગાડનાર વ્યક્તિનું નામ ડૉ.પૃથ્વીરાજ છે. કંપનીએ આ સ્કૂટરને ફેબ્રુઆરીમાં ડિલિવરી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂટર ચલાવવામાં તેને શરૂઆતથી જ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેણે આ અંગે ઘણી વખત ઓલા સપોર્ટને ફરિયાદ પણ કરી હતી. પૃથ્વીરાજનું કહેવું છે કે, 44 કિલોમીટર ચાલ્યા પછી તેમના સ્કૂટરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી ગુસ્સે થઈને તેણે સ્કૂટર પર પેટ્રોલ નાંખીને આગ ચાંપી દીધી હતી.
સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રીક ગ્રાહકો પાસેથી તેના સ્કૂટર પરત મંગાવી રહી છે. કંપનીએ આ માટે 1,441 યુનિટ પાછા બોલાવ્યા છે. જોકે, ઇલેક્ટ્રિક સ્કૂટર માટે આ પહેલીવાર રિકોલ નથી. આ પહેલા બે મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીકલ કંપનીઓએ પણ આ નિર્ણય લીધો છે.
આ ઘટનાઓને ગંભીરતાથી લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે જે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓની માહિતી એકત્ર કરશે એટલું જ નહીં પરંતુ આ અકસ્માતોને રોકવા માટે જરૂરી સૂચનો પણ આપશે. તેમણે આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને જો બેદરકારી દાખવવામાં આવશે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube