રમઝાન પર્વને કારણે લોકડાઉનમાં દુકાનો ખોલવાની છૂટછાટ આપી રહી છે સરકાર? જાણો હકીકત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ…

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે છૂટ આપવામાં આવશે. ઉલેલ્લેખનીય છે કે દેશના કોઈ રાજ્યોમાં આવો નિર્ણય કરવામાં આવ્યો નથી. ગુજરાત માં લોકડાઉન હોવા છતાં રોજ રોજ લોકડાઉનના ભંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં  IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

કઇ દુકાનો ખુલશે?

દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે દુકાનો શૉપ્સ એન્ડ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે તે જ આજથી શરૂ કરી શકાશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર કેન્દ્ર સરકારે નગર નિગમો અને નગરપાલિકાની હદમાં આવતા રહેણાંક વિસ્તારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે.

નગરનિગમ અને નગર પાલિકાઓની સીમા બહાર આવેલ રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખોલી શકાશે. જો કે દુકાનમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. દરેક માટે માસ્ક ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિગ પણ જાળવવું પડશે.

ગૃહમંત્રાલયના આદેશ અનુસાર નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ દુકાનો ગૃહ મંત્રાલયની શરતો સાથે ખોલી શકાશે.

આ સેવાઓ પર રેહશે પ્રતિબંધ

નગરનિગમો અને નગર પાલિકાની સીમા બહાર મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડના મોલમાં દુકાનો ખોલી શકાશે નહીં.

સિનેમા હૉલ, મૉલ, શોપિંગ કૉમ્પ્લેક્ક્ષ, જિમ, સ્પૉર્ટસ કૉમ્પ્લેક્ક્ષ, સ્વિમંગ પૂલ, એન્ટરટેન્મેન્ટ પાર્ક, બાર, એસેમ્બ્લી હૉલ અને ઑડિટોરિયમ બંધ રહેશે.

આ શરતોનું ફરજીયાત પાલન કરવાનું રેહશે

– માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે.

– દરેક કામ કરતા લોકોનું માસ્ક પહેરવું ફરજિયાત છે.

– દરેક જણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે.

– કોરોના હોટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો ખોલી શકાશે નહીં.

હોટસ્પોટ્સ અને કન્ટેનમેંટ ઝોનમાં બિનજરૂરી સામાનોની શોપ્સ હજી ખુલી શકશે નહીં. કોરોના વાયરસ હોટસ્પોટ્સમાં, કેન્દ્રમાંથી લોકડાઉન નિયમોમાં છૂટછાટ લાગુ થશે નહીં. તેને આ રીતે સમજી શકાય છે. લોકડાઉનમાં રાહતના હુકમના અનુસંધાનમાં આવી ગુંચવણો પછી ગૌતમ બુદ્ધ વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હોટસ્પોટ્સમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. નોઈડા સેક્ટર 22 કોવિડ -19 હોટસ્પોટ છે, તેથી કેન્દ્રના નવા નિયમો ત્યાં લાગુ નહીં પડે.

ગૃહ મંત્રાલયના આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ફક્ત વિવિધ રાજ્યોમાં દુકાન અને સ્થાપના અધિનિયમ હેઠળ નોંધાયેલ દુકાનોને જ ખોલવાની મંજૂરી છે. જે દુકાનો સંબંધિત રાજ્યમાં આ કાયદા હેઠળ નોંધણી કરાવેલ નથી તે ખુલશે નહી. વાસ્તવમાં, કોઈપણ નાની દુકાન શરૂ કરવા માટે, તેની નોંધણી કરાવવી જરૂરી છે. આ નોંધણી MSME એક્ટ 2006 અથવા સંબંધિત પાલિકામાં દુકાન અધિનિયમ હેઠળ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *