છત્તીસગઢ(Chhattisgarh): સીઆરપીએફની બસ્તરિયા બટાલિયન(Battalion)ના એક જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જવાન વિજય મરપલ્લી(Vijay Marpalli) 25 વર્ષના હતા. 24 ફેબ્રુઆરીએ બીજાપુર(Bijapur)માં જ તેના લગ્ન થવાના હતા. લગ્નના પાંચ દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ વિજય મારાપલ્લીનું અવસાન થયું હતું. 17 ફેબ્રુઆરીના રોજ રોડ અકસ્માત(Accident)માં તે ઘાયલ થયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. વરરાજાના પરિવારની સાથે દુલ્હનના ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ(Police) અકસ્માતની તપાસ કરી રહી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બીજાપુરના કેસાઈ ગુડા ગામના રહેવાસી વિજય મારપલ્લી સીઆરપીએફની બસ્તરિયા બટાલિયનના બાસાગુડા કેમ્પમાં તૈનાત હતા. 24 ફેબ્રુઆરીએ તેમના લગ્ન ગોવાથી 3 ફેબ્રુઆરીથી રજા પર હતા. આ દરમિયાન તે પોતાના લગ્નના કાર્ડ અને કપડાં સંબંધીઓને વહેંચી રહ્યા હતા. 17 ફેબ્રુઆરીના રોજ તે લગ્નના કાર્ડ વહેંચવા અને નજીકના સંબંધીઓને કપડાં આપવા ગયા હતા.
અહીંથી પરત ફરતી વખતે તેની બાઇક કાબૂ બહાર થઇ અને નેશનલ હાઇવે પર પડી. ભોપાલપટ્ટનમમાં પ્રાથમિક સારવાર બાદ તેમને બીજાપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીંથી પરિવારજનો તેને તેલંગાણાના ઈનામાકોંડા લઈ ગયા. જ્યાં 19 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન વિજયનું મોત થયું.
વિજયના ભાઈ વિનોદ મારપલ્લીએ જણાવ્યું કે, વિજય ત્રણ ભાઈઓમાં વચ્ચેનો હતો. જે યુવતી સાથે તે છેલ્લા 10 વર્ષથી પ્રેમ કરતો હતો તેની સાથે 24 ફેબ્રુઆરીએ તેના લગ્ન થવાના હતા. પરંતુ, લગ્ન પહેલા એક મોટો અકસ્માત થયો. વિજયની ભાવિ પત્ની અને ગર્લફ્રેન્ડ રેશ્મા યાલમ રડતા રડતા કહે છે કે વિજય સાથે તેનો સ્કૂલના દિવસોથી જ પ્રેમસંબંધ હતો. વિજયે સારું ઘર બનાવવા અને સારું જીવન આપવાનું વચન આપ્યું હતું. તેણે ઘણા સપના દેખાડ્યા હતા, પરંતુ તેણે વચન તોડી નાખ્યું અને કાયમ માટે છોડીને ચાલ્યો ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.