ટૈક્સ ભરનારા મધ્યમ વર્ગને નરેન્દ્ર મોદી સરકાર મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં નાણાં પ્રધાને કહ્યું હતું કે, ટૈક્સ ભરનાર લોકો રાષ્ટ્ર નિર્માતા છે અને સરકાર તેમના માટે ચાર્ટર ઓફ રાઇટ્સ લાવશે.
નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, વિશ્વના કેટલાક એવા દેશો છે જ્યાં ટૈક્સ ભરનાર લોકો માટે ચાર્ટર ઓફ રાઇટ્સ છે. આમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા શામેલ છે. નિર્મલા સીતારામને કહ્યું હતું કે, આ ચાર્ટર ઓફ રાઇટ્સમાં ટૈક્સ ભરનાર લોકોની જવાબદારીઓ અને અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવશે. અમે ટૈક્સ ભરનાર લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રયાસો કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે, ટૈક્સ ભરનાર લોકોના ચાર્ટર ઓફ રાઇટ્સની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. તેને કાયદાકીય દરજ્જો મળવાની અપેક્ષા છે અને તે આવકવેરા વિભાગ દ્વારા સમય મર્યાદામાં નાગરિકોની સેવા સુનિશ્ચિત કરશે. ટૈક્સ ભરનાર લોકોને આમાં કેટલાક નવા અધિકારો પણ મળી શકે છે. જો કે, નિર્મલા સીતારામને આ ચાર્ટર ઓફ રાઇટ્સ વિશે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી.
નિર્મલા સીતારામને કહ્યું કે, અમે ટૈક્સ ભરનાર લોકો માટે સતત ટેક્સ પ્રક્રિયાને સરળ અને આસન બનાવી રહ્યા છીએ. આ લક્ષ્યને પહોંચી વળવા સરકારે અધિકારીઓનો સામનો કર્યા વિના આકારણી, તપાસમાં ઘટાડો અને પૂર્વ ભરેલા વેરા ફોર્મ સહિત અન્ય પગલાં લીધાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.