રાજસ્થાન: થોડા મહિનાઓ પહેલા કોરોનાની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવ્યો હતો અને તેનાથી ઘણા લોકોને મોટી તકલીફ પણ પડી હતી. ઘણા એવા ખુશીના માહોલ પણ કોરોનાને કારણે શોકમાં છવાઈ ગયા હતા. આ દરમિયાન આવો જ એક બનાવ રાજસ્થાનમાંથી સામે આવ્યો છે જેમાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
આ બનાવ રાજસ્થાનના કોટા જિલ્લામાંના વિનાયક ગામનો છે અને કોરોના થવાને લીધે માતા અને દીકરી બંને એક જ દિવસે મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન, દુઃખની વાત તો એ છે કે દીકરીના પરિવારના લોકો તેના લગ્નની તૈયારી કરી રહ્યા હતા અને તેની પહેલા જ તેનું કોરોનાને લીધે તેનું મૃત્યુ થઇ ગયું હતું.
આ ગામમાં કોરોના થવાને લીધે બદ્રીબાઈ પટેલ નામની મહિલાનું અગાઉના દિવસે સાંજે મૃત્યુ થઇ ગયું હતું અને તેના બીજા દિવસે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બન્યું એવું કે, જ્યાં તેમની દીકરી સંગીતનું પણ બે કલાક પછી તરત જ મોત નીપજ્યું હતું. આ દુઃખદ બનાવ બાદ પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.
થોડા મહિનામાં સંગીતના લગ્ન લેવાના હતા તેથી પરિવારના બધા જ સભ્યો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા અને આ દરમિયાન આ બનાવ બની ગયો અને પરિવારમાં ખુશીઓ આવવાની હતી અને તેની પહેલા જ આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.