ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના એક ગામમાં પાંચ બાળકોની માતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ છે. પોલીસ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે મજરે ગામ નિવાસી 5 બાળકોની માતા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આ મામલે મહિલાના પતિએ પ્રેમી દુર્ગાપ્રસાદ વિરુદ્ધ પત્નીને ભગાડી લઇ જવાનો કેસ નોંધાવ્યો છે. આરોપીની શોધખોળ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે પ્રેમી ના ઘરે તપાસ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પ્રેમી અને મહિલા નો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે આ મામલે બાજુના ગામના એક યુવકને પણ પૂછપરછ માટે અટકાયતમાં લીધો છે. મહિલાના પતિએ જણાવ્યું કે શનિવારે ઘરના તમામ લોકો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેની પત્ની એક છોકરી અને ચાર છોકરા ને ઘરમાં એકલા છોડી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.
પીડિતના અનુસાર જ્યારે આ લોકો ખેતરેથી પાછા ફર્યા તો તેની પત્ની ઘરે મળી ન હતી. ખૂબ શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો, ત્યારબાદ લાચાર પતિ પોલીસ પાસે પહોંચ્યો હતો અને પ્રેમી વિરુદ્ધ મહિલાને ભગાવવાનો કેસ નોંધાવ્યો હતો. પાંચ બાળકો ને છોડી પ્રેમી સાથે ભાગવાની આ ઘટના ગામના તમામ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલો છે.
પોલીસે જણાવ્યું કે મહિલાની એક છોકરી 11 વર્ષ, એક છોકરો 19 વર્ષ, એક છોકરો 7 વર્ષ, એક છોકરો 5 વર્ષ અને એક છોકરો 3 વર્ષનો છે. પોલીસ અધિકારીઓએ મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en