માથા ફરેલા આશિકનો ખૂની ખેલ: લગ્ન નક્કી થતાની સાથે જ કરી નાખ્યો આ કાંડ

Bihar murder in love: બિહારના નાલંદા જિલ્લામાં પ્રેમ પ્રસંગને લઈને એક ખોફનાક ઘટના બની હતી. અહીંયા એક માથા ફરેલ યુવકે છોકરીના લગ્ન નક્કી થવાને લીધે, નારાજ (Bihar murder in love) થઈ છોકરી તેમજ તેની માતાને ઘરમાં ઘૂસી ગોળીઓ ધરબી દીધી હતી. આ કાંડ કર્યા બાદ યુવકે પોતાની જાતને પણ ગોળી મારી હતી.

મળતી જાણકારી અનુસાર આ મામલો નાલંદાના શીલાવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીંયા બુધવારની સાંજે લગભગ સાડા સાત વાગ્યે એક યુવકે છોકરી અને તેની માતાને ઘરમાં ઘૂસી ગોળીઓ ધરબી દીધી હતી. ગોળી લાગવાને કારણે બંનેનું ઘટના મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ આરોપીએ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ આરોપી યુવકને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક જણાવાઈ રહી છે.

મૃતકની ઓળખ 22 વર્ષીય પૂનમ કુમારી અને તેની માતા પુતુસ દેવીના રૂપે થઈ છે. તેમજ આરોપી યુવકની ઓળખ મનીષકુમારના રૂપે થઈ છે, જે કાયમ મૃતક યુવતીના ભાઈના સંપર્કમાં હતો અને તે બહાને જ તેનું ઘરે આવવા જવાનું હતું.

મૃતકના પિતા જોગેન્દ્ર પ્રસાદએ જણાવ્યું હતું કે મનીષ, પૂનમ સાથે મોબાઈલ પર વાત કરતો હતો. હાલમાં જ પૂનમના લગ્ન નક્કી થઈ ગયા હતા અને 28 એપ્રિલના રોજ ચાંદલા પણ થવાના હતા. જ્યારે આ વાત મનીષને ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો હતો. બુધવારની સાંજે લગભગ સાડા સાત વાગ્યે તે હથિયાર લઈને ઘરમાં ઘૂસ્યો અને પહેલા તો માતા પર ગોળીઓ ચલાવી, બાદમાં પૂનમને નિશાનો બનાવવી અને અંતમાં પોતે પણ ગોળી મારી હતી.

ઘરના વિશે જાણકારી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના પહોંચી હતી. પિસ્તોલ પણ કબજે કરી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને પુરાવા ભેગા કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે લગભગ સાડા સાત વાગ્યે સમાચાર મળ્યા કે મનીષકુમાર નામના યુવકે ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું છે, જેનાથી એક મહિલા અને એક યુવતી નું મૃત્યુ થઈ ગયું છે. આરોપીએ જાતે જ પોતાને ગોળી મારી છે. તપાસ બાદ સત્ય સામે આવશે.