ઈલેક્ટ્રિક કારની દુનિયામાં ધૂમ મચાવી રહેલી Tata Motorsની Nexon EV હવે નવા લુક અને નવા અવતારમાં જોવા મળશે. કંપની 11 મેના રોજ Nexon EVનું લોંગ રેન્જ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. નવા Nexon EV ને એક મોટું બેટરી પેક મળશે, જેની મદદથી તેની રેન્જ 400 કિમી સુધી પહોંચી શકે છે.
2022 TATA Nexon EVનું બેટરી પેક હવે પહેલા કરતા 10 kW-r વધુ હશે. નવા વાહનમાં હવે 40 kW-R બેટરી પેક મળશે. વર્તમાન મોડલનું બેટરી પેક 30.2kWh ક્ષમતાનું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટા બેટરી પેકને કારણે તેની બૂટ સ્પેસ ઘટી શકે છે.
Tata Nexon EV ફેસલિફ્ટમાં મોટા બેટરી પેક સાથે વધુ શક્તિશાળી 6.6kW AC ચાર્જર પણ આપી શકાય છે. આની મદદથી તમે ઘરે બેઠા પણ કારને ચાર્જ કરી શકશો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ચાર્જર 5 કલાકમાં બેટરીને ફુલ ચાર્જ કરી દેશે. EVના નવા અપડેટમાં તેની રેન્જ 400 કિમી સુધી જઈ શકે છે. વર્તમાન મોડેલમાં 3.3kW AC ચાર્જર છે, જે બેટરીને ચાર્જ કરવામાં લગભગ 10 કલાક લે છે.
Nexon EV 2022માં વેન્ટિલેટેડ સીટો, એર પ્યુરીફાયર, ક્રુઝ કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને પાર્ક મોડ સહિત ઘણી અદ્યતન સુવિધાઓ જોવા મળશે. આ વાહનને નવો લુક આપવા માટે તેમાં 16 ઈંચના ડ્યુઅલ ટોન ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. નવા મૉડલમાં એન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે ઇલેક્ટ્રોનિક વર્કફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), ચાઇલ્ડ સેફ્ટી માટે ISOFIX સીટ, ફ્રન્ટમાં બે એરબેગ્સ, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ સહિતની ઘણી સુરક્ષા સુવિધાઓ મળશે.
TATA ની નવી ઇલેક્ટ્રિક એસયુવીને ટાટાના બમ્પરની સિગ્નેચર સ્ટાઇલ અને LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ-ડીઆરએલ સાથે નવી ડિઝાઇન કરાયેલ પ્રોજેક્ટર લેમ્પ મળી શકે છે. Tata Nexon EV Facelift 2022ની કિંમત વર્તમાન મોડલ કરતાં 3-4 લાખ રૂપિયા વધુ હોઈ શકે છે. નવી Nexon EV હ્યુન્ડાઈની કોના ઇલેક્ટ્રિક અને MGની ZS EV જેવી ઇલેક્ટ્રિક SUV સાથે સ્પર્ધા કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.