Married With The Blessings Of Mahant Swami Maharaj: BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા હિંમતનગર અરવલ્લી વિસ્તારના 100 આદિવાસી નવયુગલોને લગ્નગ્રંથીથી જોડાયા છે. ત્યારે લગ્નગ્રંથીથી જોડાવાના સમયે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ(Married With The Blessings Of Mahant Swami Maharaj) લેવા માટે સુરત આવ્યા હતા. અને આ તમામ યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવાના મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.
BAPS સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોઈ છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજના દશાબ્દી મહોત્સવ નિમિતે હિંમતનગર અરવલ્લી વિસ્તારના 100 આદિવાસી જેટલા યુગલોનું લગ્નનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લગ્નમાં જોડાયેલ નવયુગલો તેમના પરિવારો સાથે મંગળવારના રોજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. મહંત સ્વામી મહારાજની પ્રાતઃપૂજામાં આદિવાસી બંધુઓએ કીર્તન અને આદિવાસી પારંપારિક નૃત્ય રજૂ કર્યું હતું.
આ 100 નવયુગલો અને તેમના પરિવારજનોએ શુદ્ધ સાત્વિક અને વૈદિક પરંપરાથી લગ્ન કરવાનું નકકી કર્યું હતું. આદિવાસી યુવાનો અને તેમના પરિવારજનોની આવી શુદ્ધ ભાવનાથી પ્રસન્ન થયેલા મહંતસ્વામી મહારાજે આ તમામ પર રાજીપો વરસાવી તેઓના મીંઢળ, લગ્નના ધરેણા અને અન્ય વસ્તુઓ પ્રસાદીના કર્યા હતા. અને નવ યુગલોએ પણ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, લગ્ન એ એક પવિત્ર વિધી છે. રૂપ અને ગુણોનો સોદો નથી એ એક આધ્યાત્મિક બાબત છે. પતિ પત્ની બંને એકબીજાને વફાદાર રહી લગ્ન પાળે તેમજ સુખ અને દુઃખમાં એકબીજાને સહાયભૂત થાય તો લગ્નજીવન સુખદાયી નિવડે. લગ્ન એ સામાન્ય બાબત નથી. પણ એકબીજાને સમજીને સહાયરૂપ થવાની વિધિ છે. વ્યસન મૂકી દેજો, બધા સુખી થશો. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા આદિવાસીઓને પ્રેરણા આપતા કહેતા કે, આદિ એક ભગવાન છે અને તે ભગવાનનો તમારામાં વાસ છે માટે તમે આદિવાસી છો. માટે આપણે કોઇથી નાના છીએ એવું ન સમજવું. નિયમ ધર્મ પાળી ભગવાનની ભક્તિ કરવી.
સુરતના 10 હજારથી વધારે ભકતોની હાજરીમાં 100 આદિવાસી યુગલોને મંહતસ્વામી મહારાજે પ્રભુતામાં પગલા મંડાવ્યા હતા.આદિવાસીઓના ઉત્કર્ષ માટે આયખું ઓગાળી નાંખનાર પ્રમુખસ્વામી મહારાજના જન્મોત્સવની ઉજવણી બુધવારે સાંજે 5:00 વાગ્યે સુરતના ઉપનગર કણાદ ખાતે થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube