ગુજરાતની દોઢ વર્ષીય બાળકી દેશ લેવલે ઝળહળી- જાણો એવું તો શું કામ કર્યું કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના સરીગામ(Sarigam) બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ પોતાના તેજ મગજને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records)માં સ્થાન મેળવીને…

ગુજરાત(Gujarat): વલસાડ(Valsad)ના સરીગામ(Sarigam) બજાર વિસ્તારમાં રહેતા શિક્ષિત પરિવારની દોઢ વર્ષની પુત્રી અક્ષવીએ પોતાના તેજ મગજને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records)માં સ્થાન મેળવીને પોતાના પરિવાર સહીત ગુજરાત રાજ્યનું નામ દેશ લેવલે ગુંજતું કરી દીધું છે. જણાવી દઈએ કે, અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ કે આંકડા સારી રીતે વાંચી, ઓળખી અને અધ વચ્ચેથી રજૂ કેટલા પ્રશ્નોના સાચા જવાબ પણ આપી શકે છે.

પિતા દ્વારા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં કર્યું હતું એપ્લાય:
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાનાં સરીગામ શાલીગ્રામ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના કોમલ રાવત અને આકાંક્ષા રાવતની દોઢ વર્ષીય પુત્રી અક્ષવીએ પોતાના તેજ દિમાગને લઈ સરીગામ વિસ્તારનાં લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

અક્ષવીનાં પિતા કોમલભાઈ રાવત દ્વારા પુત્રીનાં તેજ દિમાગને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ઓનલાઈન એપ્લાય કરવામાં આવી હતી. જે માટે જરૂરી એવિડન્સ સબમિટ કરવામાં આવ્યા હતા. જે અંગે ટીમ દ્વારા વેરિફીકેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને અક્ષવીને મેડલ, સર્ટિ અને ગીફ્ટ એનાયત કરવામાં આવ્યા હતા.

અક્ષવી અંગ્રેજી અલ્ફાબેટ કે આંકડા સારી રીતે વાંચવામાં અને ઓળખવામાં તેજ:
દોઢ વર્ષીય અક્ષવી અંગ્રેજી આંકડા અને અલ્ફાબેટ બોલી શકે છે. અલ્ફાબેટનાં વચ્ચેથી પ્રશ્ન પૂછવામાં આવતા તેનો સાચો અને સચોટ જવાબ પણ આપે છે. આલ્ફાબેટનાં આગળનાં આંકડો કે અક્ષર શું આવે તે અંગેની પૂરી માહિતી તેને છે. સાથે સાથે આ દીકરી કારની નંબર પ્લેટ સારી રીતે વાંચી શકે છે. જણાવી દઈએ કે, દીકરી અક્ષવીનાં પિતા કોમલ રાવત સરીગામની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *