અમદાવાદના પોલીસકર્મીએ પાઈપથી વૃદ્ધના હાડકા ભાંગી નાખ્યા, Video જોઈ તમે પણ ચોકી ઉઠશો 

અમદાવાદ(ગુજરાત): આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે એવા પણ ઘણા કિસ્સા સામે આવે છે જ્યાં પોલીસ જ પોતે દાદાગીરી કરતી નજરે ચડે છે. ત્યારે ફરીવાર અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે. સોસાયટીનાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસકર્મી સહિત ચાર વ્યક્તિઓ વિરુધ ફરિયાદ નોધવામાં આવી છે.

જોકે, અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખીને પોલીસ કર્મચારી અને તેના પરિવારે મિત્રોને બોલાવી આ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સ્થાનિક રહીશોમાં પણ દહેશત ફેલાઈ છે. પોલીસની આ દાદાગીરી નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં કૃષ્ણનગર મહાસુખનગરમાં રહેતા 63 વર્ષીય કનકભાઈ શાહએ અગાઉ પોલીસ કર્મચારી ભાવેશ રાવલ અને તેના મિત્ર ભાર્ગવ પટેલે સોસાયટીની ઓફિસમાં પ્રવેશ કરીને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. જેની અદાવત રાખીની ભાવેશ રાવલ, ભાર્ગવ પટેલ અને તેના મિત્રો તેમજ પરિવાજનો દ્વારા લાકડા અને પાઇપોથી કનકભાઈ પર હુમલો કરવામાં આવતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, આરોપી ભાવેશ રાવલ ગાંધીનગરમાં CID ક્રાઇમના સીઆઈ સેલમાં ફરજ બજાવે છે અને છેલ્લા 10 વર્ષથી મહાસુખનગર સોસાયટીમાં રહે છે. રહીસે ભાવેશ રાવલ અને તેનો મિત્ર ભાર્ગવ પટેલની સોસાયટીમાં દાદાગીરી હોવાનો આરોપ લગાવ્યો છે.

અગાઉ પણ માર્ચ મહિનામાં સોસાયટીના ચેરમેનનું ઇલેક્શન હતું ત્યારે ભાર્ગવ પટેલ ઇલેક્શનમાં ઉભા હતા. પરંતુ ઇલેક્શન હારી જતા તેમણે સોસાયટીના કમિટી મેમ્બર સાથે તકરાર અને દાદાગીરી શરૂ કરી. સોસાયટીમાં પ્રવેશ ગેટ લગાવતા મેં મહિનામાં ભાવેશ રાવલે કમિટી મેમ્બર કનકભાઈ શાહ સાથે ઝઘડો કરીને ધમકી આપવામાં આવી હતી. જે બાબતની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી.

આ ફરિયાદની અદાવત રાખીને કનકભાઈ પર ફરી હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં આ બન્ને મિત્રો દ્વારા સોસાયટીના અનેક લોકોને માર પણ મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો. હાલમાં કૃષ્ણનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સોસાયટીમાં પોલીસ કર્મચારીની આવી દાદાગીરીથી રહીશો પરેશાન છે. એક તરફ કાયદાનો રક્ષક કાયદો હાથમાં લઈને દાદાગીરી કરે છે ત્યારે બીજી બાજુ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ છાવરી રહી હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે સોસાયટીના વિવાદ વચ્ચે ફરી પોલીસ પર સવાલ ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *