સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં દિલ્હીના પોલીસના એક કોન્સ્ટેબલ જેમનું નામ પ્રવીણ છે તે થોડા દિવસ પહેલા કોરોનાના સંક્રમણનો શિકાર થઈ ગયા હતા અને હવે તેઓ આ બીમારીથી સાજા થઇ પાછા પોતાની ડ્યુટી જોઈન્ટ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ ત્યાં રહેલા તમામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એટલું જ નહીં તેમના સ્વાગતમાં ઢોલ નગારા વગાડતા ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો.
@DCPSEastDelhi @ndtvindia @LtGovDelhi
ओखला मंडी में तैनात अमर कॉलोनी थाने के 5 पुलिसकर्मी कोरोना पॉजिटिव हुए थे, इनमें एक कांस्टेबल प्रवीण जब ठीक होकर वापस लौट तो साथी पुलिसकर्मियों उनका जबरदस्त स्वागत किया#CoronaWarriorsIndia #CoronaUpdatesInIndia pic.twitter.com/AO4kw5BXV6— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) May 9, 2020
જણાવી દઈએ કે હાલમાં જ દિલ્હીના ઓખલા મંડીમાં રહેલા પાંચ પોલીસકર્મીઓ પોઝિટીવ થઇ ગયા હતા. આ તમામને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ 5 લોકોમાંથી એક પોલીસ કર્મી અમર કોલોની માંથી સાજા થઇ ડ્યુટી પર પાછા ફરી રહ્યા હતા. તેમનું સ્વાગત ઢોલ અને ફૂલોની માળા દ્વારા કરવામાં આવ્યું.
શનિવારે જ્યારે તેઓ પોતાની ડ્યુટી પર પાછા ફર્યા તો તેમનું ફૂલના હાર દ્વારા સ્વાગત થયું અને ઢોલ-નગારા પણ વગાડવામાં આવ્યા, એટલું જ નહીં તેમની આરતી પણ ઉતારવામાં આવી. જોકે હજુ પણ 4 પોલીસકર્મીઓ સામે જંગ લડી રહ્યા છે.સંક્રમણ ને લીધે અમર કોલોની વિસ્તારના મોટાભાગના સ્ટાફને Quarantine કરવામાં આવ્યો છે, જે પોતાની ડ્યુટી પર પાછા ફરી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news