સુરત(ગુજરાત): કોઇ તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઈની જરૂર તો પડે જ છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. અત્યાર સુધી તમે દરેક પ્રકારની મીઠાઈ અને કાજૂકતરીની સામાન્ય રીતે ત્રણસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી હશે. પરંતુ તમે નવ હજાર રૂપિયાની કિલો મીઠાઈના ભાવ ક્યાંય સાંભળ્યા છે? આ ભાવ સાંભળી તમે પણ ચોંકી જશો પરંતુ, આ વાત એકદમ સાચી છે. સોનાની વરખથી ભરપૂર મીઠાઈના ભાવ નવ હજાર રૂપિયા કિલો છે. સુરતની એક દુકાનમાં હાલ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે.
જણાવી દઈએ કે, સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં 24 કેરેટ્સ મીઠાઈની દુકાન આવેલી આ છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર છે અને આ પર્વ દરમિયાન મીઠાઈની ભરપૂર માંગ રહેતી હોવાથી દુકાનદાર દ્વારા અવનવી મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે. જેમાં ખાસ સોનાના વરખવાળી મીઠાઈનો પણ સમાવેશ થાય છે. આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડ સ્વીટ્સ મીઠાઈના એક કિલોનો ભાવ નવ હજાર રૂપિયા છે.
આ મીઠાઈ અને કાજૂકતરી પર સંપૂર્ણ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. જેવી રીતે હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીની વરખ ચઢાવવામાં આવતી હતી. તેવી રીતે આ મીઠાઈ અને કાજૂકતરી પર પણ સોનાની આરોગ્યપ્રદ વરખ ચઢાવવામાં આવી છે. અહીંના દુકાનદારનું માનવું છે કે, જે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રવિવારે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે કેટલાક ગ્રાહકો સૌથી મોંઘી આ મીઠાઈનો ઓર્ડર પણ આપી ચૂક્યા છે. આ મીઠાઈ મોંઘી છે પરંતુ બજારમાં ગ્રાહકોનો પ્રતિસાદ સારો પ્રાપ્ત થઈ રહ્યો છે. સુરત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ એકમાત્ર મીઠાઈ હશે, જેનો ભાવ નવ હજાર રૂપિયા કિલો છે.
અહીં આવતા ગ્રાહકો પણ પહેલી નજરે આ ગોલ્ડ સ્વીટ્સને જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. રક્ષાબંધનને પણ હવે માંડ ગણતરીના દિવસો બાકી છે. ત્યાં મીઠાઈની ખરીદી કરવા આવતી મહિલાઓ અને યુવતીઓ પણ આ વખતે પોતાના ભાઈને કંઈક અલગ જ પ્રકારની મીઠાઈ આપવા ગોલ્ડ સ્વીટ્સની પસંદગી કરવામાં આવી રહી છે. દર વર્ષે રક્ષાબંધનના પર્વ દરિયાન બહેન મીઠાઈ વડે તો પોતાના ભાઈનું મોઢું મીઠું કરાવતી જ હોય છે. પરંતુ, આ વખતે પોતાના ભાઈને કંઈક સ્પેશિયલ મીઠાઈ ગિફ્ટ કરવા પણ તેઓ આગળ આવી રહી છે. જેથી તેઓ નવ હજાર કિલોના ભાવની અલગ અલગ વેરાયટીઝની મીઠાઈનો ઓર્ડર આપી પણ આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.