મહાકુંભમાં જઈ રહેલા 8 યુવકોનું અકસ્માતમાં મોત; 5 મિત્રોની અર્થી એકસાથે ઊઠી, આખું ગામ હિબકે ચડ્યું

Rajasthan Accident: રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં માંડલગઢ વિધાનસભા વિસ્તારથી 8 યુવાન મિત્રો એક કારમાં સવાર થઈ મહાકુંભમાં સ્નાન (Rajasthan Accident) કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગુરુવારના રોજ જયપુરના દુદુમાં થયેલ રોડ દુર્ઘટનામાં તમામના મૃત્યુ થઈ ગયા છે. મૃત્યુ પામેલા યુવકોની લાશ શુક્રવારે તેમના ગામ બદલિયાસ, ફલાસિયા અને મુકુંદપુરીયામાં ગમગીન માહોલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આજે જ્યારે બદલીયાસ ગામના સ્મશાનમાં એક સાથે પાંચ ચીતા સળગી હતી, તો આખું ગામ હીબકે ચડ્યું હતું.

તમામના ઘટના સ્થળે જ મૃત્યુ
ગુરુવારની સવારે 8 મિત્રો ઇકો કારમાં સવાર થઈ મહાકુંભમાં સ્નાન માટે રવાના થયા હતા, પરંતુ અધવચ્ચે જ બસની ટક્કર લાગવાને કારણે કાર સવાર તમામ મિત્રોના મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયા બાદ શુક્રવારની સવારે તમામ મૃતકોને તેમના ગામમાં લાવવામાં આવ્યા હતા.

જેમાંથી પાંચ મૃતકો એક જ ગામના હતા. આ પાંચ અમૃતકોમાં દિનેશ, નારાયણ, રવિકાંત, કિશનલાલ અને મુકેશ સામેલ છે. હવે આ તમામનો અંતિમ સંસ્કાર દુઃખના માહોલમાં એક સાથે કરવામાં આવ્યો હતો. એકાએક થયેલ આ દુર્ઘટના બાદ આખા ગામમાં શોકનો માહોલ છે. હજારો લોકોની હાજરીમાં સ્મશાનમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

આખા ગામે બંધ પાળ્યું
5 યુવકોનું મૃત્યુ થયા બાદ આખું ગામ બંધ રાખવામાં આવ્યું હતું. આખું ગામ આ યુવકોની અંતિમ સંસ્કારમાં જોડાયા હતા.

કલેકટરી સાંત્વના આપી
ભીલવાડા જિલ્લા કલેકટર જસ્મીતસિંહ સંધુ પણ આ સ્મશાન યાત્રા વખતે હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે મૃતક પરિવારને સાંત્વના આપી હતી. અને મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર યોગ્ય વળતર આપે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.