રેલવે ફાટક બંધ હતું…પછી ભાઈએ એવા ખેલ કર્યા કે ભલભલાના પરસેવા છૂટી જશે, જુઓ વિડીયો

viral stunt: સોશિયલ મીડિયા પર કાયમ લોકો સ્ટંટ કરતા હોય તેવા વિડિયો વાયરલ થતા રહે છે. એવું જ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાના ખભા પર બાઈક ઉઠાવી રેલવે ટ્રેકને પાર કરતો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકો (viral stunt) આ વિડીયો શેર કરી ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો સ્ટંટ કરી રહેલ વ્યક્તિ ના વખાણ કરી રહ્યા છે તો ઘણા લોકો વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિની આલોચના કરી રહ્યા છે.

વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ફાટક બંધ છે. એવામાં એક વ્યક્તિ ફાટક પાસે ઊભેલી બાઇકને આરામથી કોઈની મદદ વગર ઉઠાવી લે છે અને પછી ખંભા પર મૂકી ચાલતો થાય છે. ત્યારબાદ આ વ્યક્તિ રેલવે ફાટકની સાઈડ માંથી આગળ જતા રેલવે ટ્રેકને પાર કરતો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિએ એટલા આરામથી બાઈક સાથે ટ્રેક પાર કર્યો જેમ કે કોઈ ખભા પર નાનું છોકરું બેસાડેલું હોય.

આધાર સેકન્ડ નો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રેલવે ફાટકની બંને બાજુ લોકો ઉભેલા છે પરંતુ આ વ્યક્તિને એટલી બધી ઉતાવળ હતી કે ફાટક ખોલવાની રાહ જોતો નથી અને બાઈકને ખભા પર ઉઠાવી બ્રેક પાર કરી લે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે વ્યુ મળી ચૂક્યા છે.

તેમજ વિડીયો પર લખેલું છે કે ભારતમાં રેલવે ક્રોસિંગ પર વધુ એક દિવસ. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ વ્યક્તિ કઈ રીતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ લખ્યું છે કે આ દેશી ઘી નો પાવર છે. એક વ્યક્તિએ લખ્યું કે ભારતમાં સેફટી પહેલા નથી સેફટી છેલ્લે છે.

આ ઉપરાંત ઘણા લોકોએ મજાકિયા અંદાજમાં કમેન્ટ કરી છે. ઘણા લોકોએ તો આ વ્યક્તિને બાહુબલી નો ખિતાબ આપી દીધો છે. એક વ્યક્તિ કહે છે કે હવે ભારતમાં ઓવરબ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી.