કારણ મળી ગયું છે શા માટે મહિલાઓ પુરુષો કરતાં વધુ જીવે છે! જોઈ લો આ વીડિયોને

stunt viral video:સોશિયલ મીડિયા પર રોજને રોજ નવું નવું વાયરલ થતું જોવા મળે છે. કોઈક વખત instagram પર તો કોઈક વખત ફેસબુક અને એક્સ પર, એવું કંઈ જોવા મળે છે જે લોકોએ પહેલા ક્યારેય ન જોયુ હોય અથવા તો જે જોઈને માણસ વિચારમાં પડી જાય છે. જો તમે પણ સોશિયલ (stunt viral video) મીડિયા પર રેગ્યુલર એક્ટિવ રહો છો, તો તમે પણ આ પ્રકારના વિડીયો જોયા જ હશે. ક્યારેક ક્યારેક એવા વિડિયો જોવા મળે છે, જેને જોઈ તમે આશ્ચર્યમાં પડી જાવ છો.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
તમે નદી ઉપર બનેલા બ્રિજ જોયા જ હશે. તમને ખ્યાલ જ હશે કે તે કેવા પ્રકારના હોય છે. હવે એ બ્રિજ પર વિચારો, કોઈ સ્ટંટ કરે તો કેવું લાગશે? વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લોખંડનો બ્રિજ, જે હજુ અધુરો છે તેના પર બે છોકરાઓ સાયકલ ચલાવતા જોઈ શકાય છે. પાતળી પટ્ટી પર બંને આરામથી સાયકલ એવી રીતે ચલાવી રહ્યા છે જેમ કે તેઓ કોઈ પહોળા રસ્તા પર ચાલી રહ્યા હોય. વિડિયો ક્યારનો અને ક્યાંનો છે? તેની તો કોઈ જાણકારી મળી રહી નથી પરંતુ હમણાં instagram પર વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વાયરલ વિડીયો જોયો તેને instagram પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે બડે ખતરનાક લોગ હૈ. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો જોયા બાદ એક વ્યક્તિએ કમેન્ટ કરતા લખ્યું છે આ તો યમરાજની ફઈનો છોકરો છે. બીજા વ્યક્તિએ લખ્યું કે આ ભાઈનું યમરાજ સાથે ઉઠવા બેસવાનું છે. એક વ્યક્તિએ લખ્યું કે હવે કારણ મળી ગયું શા માટે મહિલાઓ પુરુષો કરતાં વધુ જીવે છે. એક વ્યક્તિ અલગ જ લખે છે નજર હટી સબ્જી પૂરી બટી.