સુરતમાં રાંદેર પોલીસ ક્વાટર્સનો બીજા માળનો સ્લેબ ધડામ કરતો થયો ધરાસાયી- ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલો એક વ્યક્તિ…

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat)માંથી એક ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના રાંદેર પોલીસ લાઇન(Rander police line)ના B-2 બિલ્ડિંગ(Building)ના બીજા માળનો સ્લેબ(Slab) અચાનક તૂટી પડ્યો હતો. બીજા માળના સ્લેબનો કાટમાળ પહેલા માળના સ્લેબ ઉપર પડતા ગ્રાઉન્ડ(Ground) સુધી કાટમાળ ખાબક્યો હતો.

જાણવા મળ્યું છે કે, ધડાકાભેર એક બાદ એક સ્લેબ પડતા ભયનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. કોઈ મોટી જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, રાંદેર પોલીસ લાઇનના B2 બિલ્ડિંગના પહેલા માળે પરીન્દ્ર ચારપાટ પલંગ ઉપર સૂતો હતો.

આ દરમિયાન, બીજા માળનો સ્લેબ તૂટી પડતા નીચે પહેલા માળ પર પડ્યો હતો. ત્યારે નીચે ઊભેલા એક વ્યક્તિ પર સ્લેબના પોપડા પડતા તે નીચે પટકાયો હતો. સદનસીબે તેને સામાન્ય ઇજાઓ જ પહોચી હતી. ત્યારબાદ તાત્કાલિક આ મામલે ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી અને તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો છે.

ઘટના બનતા બી-2 બિલ્ડીંગમાં રહેતા પોલીસકર્મીઓના પરિવારજનો ભયમાં હતા. રાંદેર પોલીસ લાઇનના ક્વાટર્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. પોલીસ કર્મચારીઓ એવા મકાનોમાં રહે છે જેના સ્લેબગમે ત્યારે નીચે પડી જાય. ત્યારે ગંભીર ઈજા થવાની શક્યતા નકારી શકાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *