હાલમાં સરકારી નોટિસ લઈને આરોપી સગા ભાઈના ઘરે પહોંચેલા સિપાહીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારીને ભાલો મારી ઈજા પહોંચાડી હતી. એવામાં અમે શહીદ થયેલ સિપાહી દેવેન્દ્ર જસાવત વિશે જણાવી રહ્યાં છીએ જેના ઘરે ચાર મહિના પહેલા જ પુત્રીનો જન્મ થતાં પરિવારમાં ખુશી છવાઈ હતી. પરંતુ બહેનના લગ્નના ત્રણ મહિના પહેલાં જ ઘરમાં માતમ છવાઈ ગયો છે. દેવેન્દ્ર પરિવારમાં એકનો એક દીકરો હતો. જેની શરાબ માફિયાઓએ હત્યા કરી નાખી હતી.
સીએમ યોગી આદિત્યનાથે સિપાહી દેવેન્દ્ર જસાવતના પરિવારની 50 લાખની આર્થિક મદદ કરી હતી. આ ઉપરાંત નોકરી આપવાની પણ જાહેરાત કરી છે. દેવેન્દ્ર આગરાના ડૌકી પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા બિંદુ ગામના રહેવાસી ખેડૂત મહાવીર સિંહનો એકનો એક પુત્ર હતો. જે 2015માં પોલીસની નોકરીમાં લાગ્યો હતો. જ્યારે એક પુત્રી છે જેના લગ્ન મે મહિનામાં છે.
દેવેન્દ્રના લગ્ન 2016માં ચંચલ સાથે થયા હતાં. જે પતિના મોતના સમાચાર સાંભળીને રડી પડી હતી. તેમણે બે પુત્રીઓ છે. મોટી પુત્રી વૈષ્ણવી ત્રણ વર્ષની છે અને નાની પુત્રી ચાર મહિનાની છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, શમસાબાદ વિસ્તારનો એક યુવક કાસગંજમાં સિપાહી છે જે દેવેન્દ્રનો મિત્ર છે. તેના દ્વારા આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ સગા-સંબંધીઓ અને ગામના લોકો તેના પિતાને લઈને કાસગંજ જવા નીકળી ગયાં હતાં.
પરિવારે જિલ્લા અધિકારી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન દેવેન્દ્રના પિતાએ કહ્યું હતું કે, મારો એક જ પુત્ર હતો. તેને 2015માં પોલીસમાં નોકરી મેળવી હતી અને 2017માં તેના લગ્ન થયા હતાં. આ ઉપરાંત તમને કહ્યું કે, પુત્ર શહીદ થયો છે તેનો બદલો જરૂર લેવો જોઈએ.
આ સમગ્ર ઘટના યુપીના કાસગંજમાંથી સામે આવી છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે, દેવેન્દ્ર જ્યારે પણ ગામમાં આવતો હતો ત્યારે તેનાથી મોટા લોકોને પગે લાગતો હતો. તેને કોઈ વાતનો ઘંમડ પણ નહતો કે, તે પોલીસ વાળો છે. તે ઘણીવાર લોકોને કહેતો હતો કે, મેં રૌફ જમાવવા માટે વર્દી નથી પહેરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle