મધ્યપ્રદેશ રાજ્ય માં બનેલા દેવાસ મહાકાલેશ્વર મંદિર આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે અહીં મંદિર માં રાખેલ શિવલિંગનો આકાર દર વર્ષે વધે છે. આ મંદિરમાં કામ કરવાવાળા લોકો અને મંદિરની આસપાસ રહેવા વાળા લોકોનો દાવો છે કે શિવલિંગની ઊંચાઈ વરસમાં એક વાર જરૂર વધે છે.
ગામના સ્થાનિક લોકોનું માનવામાં આવે તો મંદિરમાં મોજુદ શિવલિંગ સ્વયંભૂ છે એટલે કે ખુદ જ પ્રગટ થયેલી છે અને તેની ઊંચાઈ વધી રહી છે. આ મંદિરની પાસે બનેલા ઘરમાં રહેનારા લોકો નાનપણથી જ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે અને તેમને ખુદ જ શિવલિંગનો આકાર વધતો જોયો છે.
આ મંદિરમાં આવવાવાળા ભકતોનું માનવામાં આવે તો મંદિર માં રાખેલ આ શિવલિંગનો આકાર વર્ષમાં એકવાર ફકત એક તલ ની સમાન વધે છે.લોકો ની વાતો પર વિશ્વાસ કરીએ તો આ શિવલિંગનો આકાર દરેક શિવરાત્રીના દિવસે વધે છે અને તલના જેટલો આકાર વધવાના કારણે લોકોને ખબર જ ના પડી કે શિવલિંગ નો આકાર વધી રહો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.