શિવસેનાએ કેન્દ્ર સરકારને દિલ્લી હિંસા મામલે ઘેરતા એવું કહી દીધું કે…., કોંગ્રેસ હરખાશે – જાણો વિગતે

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસામાં મરનારાની સંખ્યા વધીને 38 સુધી પહોંચી ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષમાં હિંસામાં આટલી મોટી સંખ્યામાં દેશમાં મોત નથી નિપજ્યા. જેને પગલે આ હિંસાને લઇને હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ હિંસાખોરોને શોધી કાઢવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પોલીસે એસઆઇટીની રચના કરી છે જ્યારે કેસોને ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. અનેક મૃતદેહો ગટરમાંથી મળી આવ્યા છે તેથી એવી શક્યતાઓ છે કે હત્યા બાદ મૃતદેહો છુપાવવા માટે ગટરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. દિલ્હીના ભજનપુરા અને મૌજપુર વિસ્તારમાં હિંસા કરનારા તત્વોએ વાહનો, દુકાનો વગેરેને સળગાવી દીધા હતા. અત્યાર સુધીમાં હિંસાની 48 જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસા મામલે વિપક્ષે ભાજપ સરકારને બધી તરફથી ઘેરી છે. એકબાજુ સોનિયા ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવીને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે ત્યારે વળી બીજી તરફ શિવસેનાએ પણ દિલ્હી હિંસાને કાબુ ન કરી શકવા બદલ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. દિલ્હી હિંસાને લઇને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. શિવસેનાએ કેન્દ સરકારને પૂછ્યું કે, અમિત શાહ ક્યાં હતા? શું કરી રહ્યાં હતાં ? શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ દિવસ બાદ શાંતિના આહવાન કરવા પર પણ સવાલ કર્યા છે.

શિવસેનાએ ભાજપ ઉપર પ્રહારો કરતા સામનામાં લખ્યું છે કે, જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે હતા ત્યારે રાજધાનીમાં હિંસક ઘટનાઓ ઘટી રહી હતી. ટ્રમ્પ અને મોદીના વાર્તાલાપ દરમ્યાન દિલ્હી સળગી રહ્યું હતું. ત્યારે શું શિવસેના એમ કહી રહી છે કે ટ્રમ્પના સ્વાગતમાં વ્યસ્ત સરકાર દિલ્હીમાં થયેલી હિંસાઓને કાબૂ કરવાનું ભૂલી ગઈ?  આ ઘટનાને તેમણે 1984ના તોફાનો સાથે સરખાવીને જણાવ્યું હતું કે તે સમયે શીખો સામેના રમખાણોને કાબૂ કરવામાં કોંગ્રેસ નિષ્ફ્ળ ગયું હતું જે વાતને લઇને આજે પણ ભાજપ કોંગ્રેસ ઉપર આક્ષેપો મૂકે છે ત્યારે હાલના દિલ્હીના તોફાનોને શાંત નહી પાડી શકવા માટે કોણ જવાબદાર છે? શિવસેનાએ એમ પણ સવાલ કર્યો હતો કે, ભાજપ જો એક ઝાટકે કાશ્મીરમાંથી કલમ 370 અને 35 A હટાવી શકે તો દિલ્હીની હિંસાને કેમ જડબેસલાક ન રોકી શકે?

શિવસેનાએ બહાર પડેલા સામનામાં લખ્યું છે કે, કેન્દ્રમાં કોંગ્રેસ અથવા બીજ ગઠબંધનની સરકાર હોત અને વિરોધપક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન હોત તો હિંસા માટે ગૃહમંત્રીનું રાજીનામું માંગી લીધુ હોત. કેન્દ્રીય ગૃહમંત્રીના રાજીનામાંને લઇને દિલ્હીમાં મોરચો તેમજ ઘેરાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોત. રાષ્ટ્રપતિ ભવન સુધી ઘેરાવ કરવામાં આવ્યો હોત. ગૃહમંત્રીને નાકામાયબ ઠેરવી ‘રાજીનામું જોઇએ’ એવી  માંગણી કરવામાં આવી હોત, પરંતુ હવે આવું નહીં થાય કારણ કે ભાજપ સત્તામાં છે અને વિપક્ષ કમજોર છે. શિવસેનાએ કેન્દ સરકાર ઉપર આવા અનેક આકરા પ્રહારો કાર્ય છે.

શિવસેનાએ ભડકાઉ ભાષણ આપનારા નેતાઓઓ પર પણ નિશાન સાધ્યુ છે. શિવસેનાનું કહેવુ છે કે આવા ભાષણ રાજકારણમાં રોકાણ બની ગયા છે. પાર્ટી અનુસાર અર્થવ્યવસ્થા ધરાશાયી છે પરંતુ ભડકાઉ ભાષણોનું બજાર ગરમ છે. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી 39 લોકોના મોત થઇ ગયા છે અને 200થી વધુ ઘાયલ છે. 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકોને શાંતિની અપીલ કરી છે અને કહ્યુ કે તે અફવાઓ પર વિશ્વાસ ના કરે.

પ્રધાનંત્રીની શાંતિની અપીલને લઇને નિશાન સાધતાં સામનામાં લખ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમજ તેમના સહયોગી અમદાવાદમાં હતા, તે સમયે ગૃહવિભાગના એક ગુપ્તચર અધિકારી અંકિત શર્માની હત્યા હિંસામાં થઇ ગઇ. તેમ છતાં ત્રણ દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ બનાવી રાખવાનું આહવાન કર્યું.  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચોથા દિવસે પોતાના સહયોગીની સાથે દિલ્હીના રોડ પર લોકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં, તેનાથી શું થશે? જે નુકસાન થવાનું હતું તે પહેલા થઇ ચૂક્યું છે.

શિવસેનાએ ગૃહમંત્રી અમિત શાહ પર સવાલ કરતાં કહ્યું કે, આ દરમિયાન આપણા ગૃહમંત્રી કોઈ પણ જગ્યાએ જોવા કેમ ન મળ્યા? દેશને મજબૂત ગૃહમંત્રી મળ્યાં પરંતુ તેઓ જોવા મળ્યાં નહી તે એક ખરેખર હેરાનીની વાત છે. દિલ્હી હિંસાને લઇને વિરોધાભાસી નિવેદન આપનારા નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યાં બાદ થોડા જ કલાકોમાં દિલ્હી હાઇકોર્ટના જજની બદલી કરવામાં આવી. આ બદલી અને દિલ્હી હિંસાને લઇને શિવસેનાએ ભાજપ પર નિશાન તાક્યું છે. શિવસેનાએ મુખપત્ર સામના લખ્યું કે કોર્ટને પણ સાચુ બોલવાની સજા મળી કે શું ? જો કે કોર્ટના જ્જની બદલીને લઇને કેન્દ્ર સરકાર પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે સુપ્રી કોર્ટ કોલેજિયમ દ્વારા ઘણા સમય પહેલા જ ભલામણ કરવામાં આવી હતી અને આ બદલીની પ્રક્રિયા તેનું પાલ કરતાં કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *