હાલ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) ચૂંટણીમાં (Election) નિવેદનોનો દોર તેજ થઈ રહ્યો છે. ત્યારે કાનપુરના(Kanpur) આર્યનગરથી(Aryanagar) સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અમિતાભ બાજપાઈનો(MLA Amitabh Bajpayee) એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ(Viral) થઈ રહ્યો છે. તેમનું સ્ટેટમેન્ટ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
આ વીડિયોમાં અમિતાભ બાજપાઈ સુંદરકાંડ વિશે કેટલીક ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો એક કાર્યક્રમનો છે, જેમાં અમિતાભ બાજપાઈને જોઈ અને સાંભળી શકાય છે કે ‘મેં સુંદરકાંડ કરાવ્યો કારણ કે મારી પત્ની સુંદર છે અને હું કૌભાંડો કરતો રહું છું’.
જાણવા મળ્યું છે કે, તાજેતરમાં જ અમિતાભ બાજપાઈની લગ્નની વર્ષગાંઠ હતી અને આ દરમિયાન તેમણે સુંદરકાંડ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં ભારે ભીડ જોવા મળી હતી અને ધાર્મિક કાર્યક્રમને કોમેડી શો બનાવવાના ઉદ્દેશ્યથી તેમણે એવું નિવેદન કર્યું હતું કે ધર્મ સાથે જોડાયેલા લોકો પણ તેને હિંદુ ધર્મગ્રંથોનું અપમાન ગણાવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન, તેણે તમામ લોકોની સામે સ્વીકાર્યું કે તે કાંડ કરે છે અને તેની પત્ની સુંદર છે, તેથી જ તેણે આ આયોજન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.