ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કેટલાય લોકોના મોત માર્ગ અકસ્માતમાં થવાં લાગ્યા છે. આ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોના કરતાં પણ વધુ ભયંકર માર્ગ અકસ્માત બની ગયાં છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સુરત શહેર માંથી સામે આવી હતી.
ગુજરાતના સુરતમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે કોસંબામાં 13 લોકોને કચડી નાખ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બધા લોકો મજૂર હતા અને તેઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશળગઢના હતા. પાલોડગામ નજીક કિમ-માંડવી રોડ પર ગઈકાલે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો.
ટ્રક ફૂટપાથ પર સૂતા પરિવાર ઉપર ચડી ગયો હતો. ઘટનાસ્થળે જ 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય ઘાયલનું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી.
હાલ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક લોકોને રૂપાણી સરકારે મદદનો હાથ લંબાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટના ને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવી ને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle