2023 માં બની IPS, ફરી 2024 માં IAS બની સપનું કર્યું પૂરું…શું છે સહારનપુરની કોમલની સફળતાની કહાની?

UPSC SUCCESS STOERY: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રહેતી કોમલ પુનિયાએ ફરી એક વખત પોતાના આખા ગામનું અને વિસ્તારનું નામ રોશન કર્યું છે. કારણ કે તેણે પોતાની મહેનતના દમ ઉપર સતત બે વર્ષ સુધી UPSC ક્લિયર કરી છે. આના પહેલા જ્યારે યુપીએસસી (UPSC SUCCESS STOERY) ક્લિયર કર્યું હતું તો તેનું સિલેક્શન આઇપીએસ માટે થયું હતું પરંતુ તેમણે યુપીએસસીની તૈયારી ચાલુ રાખી અને સતત બીજા વર્ષે દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષાને ક્લિયર કરી અને ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો નંબર મેળવ્યો હતો.

સહારનપુરના નકુલ વિસ્તારના નથોડીની કોમલ પુનિયાએ 2023માં યુપીએસસી ક્લિયર કર્યું હતું અને 474 મો નંબર મેળવ્યો હતો. તે સમયે તેનું આઇપીએસમાં સિલેક્શન પણ થયું હતું. તેનું સપનું આઈએએસનું હતું, જેના કારણે તેમણે આઈપીએસની ટ્રેનીંગ દરમિયાન 2024 માં ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી અને આ વખતે છઠ્ઠો નંબર મેળવ્યો અને આઈએએસમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોમલની હાલ હૈદરાબાદમાં આઇપીએસની ટ્રેનિંગ ચાલી રહી છે.

કોમલ પુનિયાના પિતા રણવીરસિંહ પોતાની દીકરીની આ સફળતા પર ખૂબ ખુશ છે. જણાવી દઈએ કે કોમલને 12મા ધોરણમાં 97% માર્ચ મેળવ્યા હતા, બાદમાં તેણે આઇઆઇટી રૂડકીથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન તેને યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. 2021 માં આઇઆઇટી રૂડકીથી બીટેક પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાના પહેલું અટેમ્પ્ટ 2023 માં આપ્યું હતું.

આઇપીએસ માંથી બની આઈએએસ
કમલ પુનિયા ગ્રેજ્યુએશન દરમિયાન આઈએએસ બનવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ગ્રેજ્યુએશન દરમિયાન તેમણે તૈયારી શરૂ કરી દીધી હતી અને પહેલા જ અટેમ્પ્ટમાં સફળતા મેળવી હતી. પરંતુ તેનાથી તે સંતુષ્ટ ન હતી કારણ કે તેને આઈએએસ બનવું હતું. તેણે આવતા વર્ષે ફરીથી સિવિલ સર્વિસની એક્ઝામ આપી અને આખરે તે આઈએએસ બની ગઈ.