દાહોદ(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમ કરવા બદલ પણ તાલીબાની સજા આપવામાં આવતી હોય છે. આ દરમિયાન, દાહોદ જિલ્લાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો છે. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકો દ્વારા એકઠા થઈને યુવતીને માર મારવામાં આવ્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, નરાધમો આટલેથી અટક્યા ન હતા.
આ દરમિયાન, નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં પણ ફાડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. આવી હરકત બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. જોકે, નરાધમોએ કપડાં પણ ખેંચી લીધા હતા. આ દરમિયાન, યુવતીને માર પણ મારવામાં આવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, દાહોદના ધાનપુરના ખજૂરી ગામ ખાતે યુવતી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયો મામલે પોલીસ દ્વારા 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી છ લોકની ધરપકડ પણ કરવામાં આવી છે. પીડિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાના મામલે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર ધ્રુણા જન્માવે તેવો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવકો ગામની યુવતી પર અત્યાચાર કરી રહ્યા છે. આ દરમિયાન, એક યુવક યુવતીના ખભા પર બેસી જાય છે. યુવતીને આવી જ હાલતમાં ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જાય છે. જોકે, નરાધમો તેને ફરીથી ઊભા થઈને પરેડ કરવાની ફરજ પાડે છે.
આ ઉપરાંત, વાયરલ થયેલા વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખે છે. ત્યારબાદ યુવતી નિર્વસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવા માટે દોડા-દોડી કરે છે. આ દરમિયાન, બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જોકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી નાખે છે. લોકોનો આક્ષેપ છે કે, યુવતીને કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ છે.
આ ઉપરાંત, યુવતી આ યુવક સાથે ભાગી ગઈ હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી વિસ્તારમાં જ્યારે કોઈ યુવતી પ્રેમી સાથે ભાગી જાય છે ત્યારે તેને ગામના લોકો જ સજા આપતા હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં પણ આવે અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. પ્રેમ કરવાની તાલિબાની સજા મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.