ભાજપી ધારાસભ્યના સમર્થકોની લુખ્ખાગીરી, ઘરમાં ઘુસી મહિલાઓના કપડા ફાડયા અને…

BJP MLA News: રાજસ્થાનના જયપુરમાં સિવિલ લાઇન વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય ગોપાલ શર્માના સમર્થકોની લુખાગીરી જોવા મળી છે. આરોપ છે કે ધારાસભ્યના સમર્થકોએ એક ઘરમાં ઘૂસીને મહિલાઓને મારી હતી. એટલું જ નહીં તેમના કપડા પણ ફાડ્યા (BJP MLA News) હતા. તેથી ગુસ્સે ભરાયેલી સામાન્ય જનતાએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામ સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મી અને મહિલાઓ ઘાયલ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના કટેવા નગરમાં મોડી રાત્રે બની હતી. પોલીસે સરકારી કામમાં વિઘ્ન નાખવાના આરોપનો કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તેના પર પ્રતિક્રિયા આપતા પૂર્વ કોર્પોરેટરના દીકરાએ પોતાના સમર્થકો સાથે પાડોશી પરિવાર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ શર્મા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હવે આ પીડીત પરિવાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે મુલાકાત કરી ન્યાયની માંગણી કરી રહ્યા છે.

દબંગ નેતાઓમાં સામેલ છે ગોપાલ શર્મા
જણાવી દઈએ કે ધારાસભ્ય ગોપાલ શર્મા રાજ્યના દબંગ નેતાઓમાંના એક છે. ગત થોડા દિવસોમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જયપુરના શાસ્ત્રીનગર વિસ્તારમાં પોલીસ એકેડેમી પાસે બનેલા મકાન ને પોલીસ ગેરકાયદે જણાવી રહી છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. એવામાં આ મામલે ધારાસભ્ય અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

જમીન પર કોનો અધિકાર છે તેનો નિર્ણય અદાલત કરશે
આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ શર્માએ કહ્યું કે જમીન પર કોનો અધિકાર છે તેનો નિર્ણય પોલીસ નહીં, અદાલત કરશે. ત્યારબાદ ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ઉગ્રાચાલી થઈ હતી. ગુસ્સો આવવાને કારણે કહ્યું કે મને અડતા નહિ કૈલાશજી. તમારા ડીજીપીની પણ એટલી હિંમત નથી કે મને હાથ લગાડે.

ધારાસભ્ય કહ્યું કે હું તમને મળ્યો નથી તો પછી તમે મને કઈ રીતે હાથ લગાવો છો. ત્યારબાદ પોલીસ અધિકારીને કહ્યું કે આંખો કોને બતાવે છે આંખો બતાવવાની તાકાત તો સરકાર પાસે પણ નથી.