ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે તો ગુજરાતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં પાંચમું મોત થતા ખળભળાટ મચી ગયો છે. અને માત્ર 24 કલાકમાં ગુજરાતમાં પણ કોરોના વાયરસના 11 કેસ સામે આવી ચૂકયા છે. કોરોના વાયરસના પગલે ગુજરાત આરોગ્ય વિભાગ સર્તક થઈ ગયું છે.
ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ગીચતાવાળી જગ્યા પર નહીં જવાની અને માસ્ક પહેરવાની સુચાનાંઓ આપવામાં આવી છે. કોરોના વાયરસના પગલે લોકોને એક જગ્યાએ ભેગા થવાની મનાઈ હોવાથી ચૂંટણીપંચ દ્વારા નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. અને આગામી દિવસોમાં યોજાનારી તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણીને રદ્દ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 22મી માર્ચના રોજ રાજ્યની 17 નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા-ચૂંટણી યોજવાની હતી. અલગ-અલગ પાર્ટીઓ દ્વારા પેટા-ચૂંટણીને લઇને પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતમાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ સામે આવતા રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આ 22 માર્ચના રોજ યોજાનારી પેટા-ચૂંટણીને રદ્દ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે એકઠા થતા હોય છે ત્યારે કોરોના વાયરસના કારણે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઇને રાજ્યના ચૂંટણીપંચ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકોને આરોગ્યને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને 29 માર્ચ સુધીમાં વેકેશન આપવામાં આવ્યું છે, મોલ, મલ્ટીપ્લેક્સ, ગાર્ડન અને તમામ પર્યટક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.