ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર હરભજનસિંહે હાલમાં જ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, આ વિડીઓ થોડા જ સમયમાં ખુબ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ છે કે, કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન કેટલાક લોકો શેરીઓમાં કંઈ જ કામ વગર આમતેમ ભટકતા જોવા મળે છે. જ્યારે પોલીસ તેનો રસ્તો રોકે તો આ લોકો દાદાગીરી બતાવે છે. એક તરફ વડાપ્રધાન મોદી પણ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપે ત્યારે આવા લોકો પોલીસને માર મારે એવો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
હરભજનસિંહે ટ્વિટ કરેલા વીડિયોમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે લે, કેટલાક લોકોએ બે પોલીસકર્મીઓને ઘેરી લીધા છે. સાથે-સાથે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક છોકરો પોલીસ જવાનને માર મારી રહ્યો છે. રસ્તા પર પોલીસને ફેંકી દે છે અને સતત તેને મારી રહ્યો છે. આ ભીડમાં બીજા પણ ઘણા લોકો છે. જે આ છોકરાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ છોકરો કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસકર્મીઓને માર મારી રહ્યો છે.હરભજને આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું છે કે, પોલીસ પ્રત્યેના આપણા ખરાબ વલણને આપણે બદલવું પડશે.
We have to change our fucking attitude towards police.don’t forget they are putting their life to save ours.they also have families but they r doing their duty for the nation..why can’t we all just stay at home and be sensible for once for better tomorrow. Plz be sensible ??? pic.twitter.com/lEXD0LJSgM
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 26, 2020
આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણો જીવ બચાવવા માટે, આ લોકો પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યા છે અને તેમને આખો દિવસ શેરીઓમાં તૈનાત રહેવું પડે છે. તેમને પણ કુટુંબો છે, પરંતુ તેઓ દેશ માટે તેમની ફરજ બજાવી રહ્યા છે. શું આપણું કર્તવ્ય નથી કે, આપણે પણ આપણા સમાજ અને દેશની રક્ષા માટે ઘરે રહીએ? આપણે આ બાબતને ગંભીરતાથી સમજવાની જરૂર છે.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/