Nirav Modi ૨૦૧૮ થી ફરાર છે, નીરવ મોદી માટે કાયદાકીય રીતના તમામ રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. ભારત છોડી ભાગેલા Nirav Modi એ બ્રિટનની સુપ્રીમ સામે પ્રત્યાર્પણ વિરુદ્ધ પોતાની અપીલની છેલ્લી તક પણ ગુમાવી દીધી. બ્રિટનમાં કોઈ કાયદાકીય વિકલ્પ તેમની પાસે બચ્યો નથી. ગયા અઠવાડિયે ભારતીય અધિકારીઓ દ્વારા બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદીના પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અપીલની મંજૂરી કલરવમાં આવી હતી તે અરજી પર જવાબ આપ્યો.
Nirav Modi પ્રત્યાર્પણ મામલાને હવે બ્રિટનની અન્ય કોઈ કોર્ટમાં પડકારી શકશે નહીં. બ્રિટનમાં માનવાધિકારો બાબતે કંઈક પેચ ફસાઈ શકે છે. ભારત સરકાર તરફથી બ્રિટનની કોર્ટમાં કાયદાકીય લડત લડી રહેલ ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસ એટલે કે સીપીએસ નીરવ મોદીની અપીલ વિરુદ્ધ કોર્ટમાં પોતાનો જવાબ આપ્યો.
Nirav Modi ભારત છોડી લંડન ભાગી ગયો હતો, તે પંજાબ નેશનલ બેન્કમાં 12 હજાર કરોડથી વધુના કૌભાંડનો આરોપી છે. હાલમાં નીરવ મોદી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આરોપી નીરવ મોદીએ દલીલ કરીકે તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો તે આપઘાતનો પ્રયાસ કરશે. પરંતુ છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપી નીરવ મોદીની આ અપીલને યુકેની સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી. અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.
એવી શક્યતા છે કે આરોપી Nirav Modi બ્રિટનની ઋષિ સુનક સરકાર પાસેથી રાજકીય આશ્રય લે. પરંતુ, આર્થિક ગુનેગાર હોવાને કારણે અહીં પણ કોઈ રાહત મળવી લગભગ અશક્ય છે. ગયા મહીને નીરવ મોદીએ સુપ્રીમ કોર્ટમાં ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી હતી, યુકે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. હીરાના વેપારી નીરવ મોદીની અપીલ નકાર વામા આવી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજે માન્યું હતું કે, તેણે પોતાની અપીલમાં જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તે તમામ બાબતો બીનજરૂરી હતી. Nirav Modi ને હવે ભારત લવાશે. નીરવ મોદી 12 હજાર કરોડથી વધુ રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.