એકતરફી પ્રેમમાં પાગલ આશિકે, યુવતીના પિતાને આપ્યું દર્દનાક મોત- મરચાનો પાવડર છાંટી…

ભદોહી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભદોહી(Bhadohi) જિલ્લામાં એક સહાયક શિક્ષકની ઘાતકી હત્યા (Murder)ના કેસમાં પોલીસે 24 કલાકની અંદર ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, એક…

ભદોહી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભદોહી(Bhadohi) જિલ્લામાં એક સહાયક શિક્ષકની ઘાતકી હત્યા (Murder)ના કેસમાં પોલીસે 24 કલાકની અંદર ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, એક યુવક મૃતકની પુત્રી સાથે એકતરફી પ્રેમ (Love)માં હતો અને તેની પ્રેમિકાના લગ્નથી નારાજ હતો, તેણે તેના બે સહયોગીઓ સાથે મળીને સહાયક શિક્ષકની હત્યા કરી હતી. ત્રણેયે મળીને શિક્ષકની આંખમાં મરચાંનો પાવડર(Chili powder) છાંટીને તેને ઢોર માર માર્યો હતો. શિક્ષકની આ નિર્દય રીતે હત્યા કર્યા બાદ તળાવ (Lake)માં ફેંકી દેવામાં આવ્યા હતા.

ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારના અમવા ખુર્દ ગામના રહેવાસી અરવિંદ કુમાર જગદીશપુર પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષક તરીકે તૈનાત હતા. શનિવારે સાંજે તેના મોબાઈલ પર ફોન આવ્યો, ત્યારબાદ તે ઘરેથી નીકળી ગયા અને ઘરે પરત ફર્યા નહોતા. આ પછી રવિવારે સવારે તેમનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે અભિષેક નામનો યુવક મૃતકની પુત્રી સાથે એકતરફી પ્રેમમાં છે. મૃતકની પુત્રીના લગ્નથી તે નારાજ હતો, જ્યારે પોલીસે યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે સમગ્ર સત્ય છંછેડ્યું હતું.

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તેણે તેના બે સાથીઓ સાથે મળીને હત્યાની યોજના બનાવી હતી. શનિવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ સહાયક શિક્ષકને ફોન કરીને મળવા માટે ગામના બગીચામાં બોલાવ્યો હતો. ત્યાં આરોપીઓએ પહેલા શિક્ષકની આંખમાં મરચાનો પાવડર છાંટ્યો અને પછી લાકડીઓ વડે માર માર્યો. હત્યા બાદ શિક્ષકના હાથ-પગ સિમેન્ટના થાંભલા સાથે બાંધી લાશને ગામ પાસેના તળાવમાં ફેંકી દીધી હતી.

પોલીસે આ કેસમાં અભિષેક નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે. પોલીસને આરોપીઓ પાસેથી લાકડીઓ, મરચાંનો પાવડર સ્પ્રે, લોહીના ડાઘાવાળા કપડા અને ઘટનામાં વપરાયેલ મોબાઈલ મળી આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *