UP Vidhava Pension Yojana: ઉત્તર પ્રદેશના ગાજીપુરના ગહમરથી છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ પતિ જીવતો હોવા છતાં વર્ષોથી વિધવા પેન્શન (UP Vidhava Pension Yojana) લઈ રહી હતી. આ મહિલા મનિયા ગામની રહેવાસી છે. તેનું નામ તારા દેવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેના પતિને પણ તેના વિશે ખબર ન હતી. આ મામલે મહિલા વિરુદ્ધ પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગહમરના મનિયા ગામની રહેવાસી તારા દેવીએ પોતાના પતિ રામઅવતારને 2021માં મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તેણે એક નકલી મૃત્યુ પ્રમાણપત્ર બનાવ્યું અને તે વર્ષથી જ વિધવા પેન્શનનો લાભ લેવાનો શરૂ કરી દીધો. આ ઘટના વિશે કોઈને ખબર પણ ન પડી હતી. પરંતુ જ્યારે રામઅવતારને તેના વિશે જાણકારી મળી તો તે આચાર્યચકીત થઈ ગયો હતો.
મહિલા વિરુદ્ધ કેસ નોંધાવ્યો
રામઅવતારે જ્યારે પત્નીને તેના વિશે પૂછ્યું તો તારા દેવીએ તેનો વિરોધ કર્યો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. અને ત્યારબાદ રામઅવતારએ ગહમર પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ આપી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી. જાણકારી મળ્યા બાદ પોલીસે તારા દેવી વિરુદ્ધ ધોકાધડી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવાના આરોપમાં કેસ નોંધી લીધો હતો.
ગહમર પોલીસે આ મામલે તારા દેવીની ધરપકડ કરી જેલ ભેગી કરી છે. પોલીસે આઈપીસી ની ધારા 419, 420, 467, 468 અને 471 અંતર્ગત કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આ ધારાઓ ચીટીંગના ગુનામાં લાગુ કરવામાં આવે છે. તારા દેવીની આ હરકતને લીધે સમગ્ર ગામમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
આ મામલો સમાજમાં મહિલા દ્વારા કરવામાં આવેલ ધોકાધડીના એક ઉદાહરણના રૂપે સામે આવ્યો છે. એક મહિલાએ પેન્શન માટે પોતાના જીવતા પતિને મૃત ગણાવી દીધો હતો. હવે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App