કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ નો મહિમા પણ પરંપાર રહ્યો છે. જ્યારે બાળકને તકલીફ પડે ત્યારે તે માં મોગલ ને અચૂક યાદ કરે છે. સાંભળ્યું છે કે જયારે ભક્તો માં મોગલ ના દ્વારે આવે છે ત્યારે માં મોગલના દર્શન માત્ર થી હસતા મોઢે ઘરે પરત ફરે છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી જ સમસ્યાઓ પણ દૂર થાય છે. માં મોગલ તો દુઃખ હરનારી કહેવાય.
આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલ એ આજ દિન સુધી લાખો માઇ ભક્તોને ઘણા પરચા બતાવ્યા છે. માં મોગલની ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશો સુધી ફેલાયેલી છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 51000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉ મોગલ ધામના મંદિરે આવી પહોંચી હતી.
આ મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવી ત્યારે કબરાઉ ધામે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. મણીધર બાપુએ તેને આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી? ત્યારે એ મહિલા એ જણાવ્યું કે, તેનું મકાન વેચાતું ન હતું. તે માટે તેણે માં મોગલની માનતા માની હતી. માનતા માંગ્યાના ગણતરીના કલાકોમાં જ આ ,મકાન વેચાઈ ગયું. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ મકાન માત્ર 12 કલાક માં જ વેચાય ગયું. માં મોગલ નો આ પરચો જોઇને આ મહિલા ધન્ય ધન્ય થઇ ગઈ હતી.
વધુમાં જણાવતા કહ્યું કે, આ મકાન વેચાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં તેઓને નિરાશા જ મળી હતી. આખરે મોગલને યાદ કર્યા અને માં મોગલ ની માનતા માની હતી. આ માનતા માન્યાના થોડા જ સમયમાં માં એ પરચો આપ્યો અને 12 કલાક ની અંદર જ એ મકાન વેચાય ગયું તેથી ખુશી નો પાર ના રહ્યો અને માં મોગલ ની માનતા પૂર્ણ કરવા માટે મોગલધામ આવી પહોચી હતી.
મણીધર બાપુએ એ તેને આશીર્વાદ આપ્યા સાથે એ 51000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરી પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું અને તારી નણંદ અડધા અડધા લઇ લેજો અને કહ્યું કે માં મોગલ ને કોઈ આવા દાન ભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ તમારી માનતા પૂર્ણ થઈ છે. સાથે જ કહ્યું કે, ક્યારેય પણ આપણે અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.