મહિલા સરપંચે બિલ્ડરના વચેટીયાને જોખી મણ-મણની ગાળો, વિડીયો વાયરલ થતા ધોળે દિવસે દેખાઈ ગયા તારા

દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli): સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સામરવરણી(Samarvarani) ગ્રામ પંચાયત(Gram Panchayat)ની મહિલા સરપંચ એવા કૃતિકા અને તેમના પતિ અજય ભરત એક બિલ્ડરના વચેટીયાને માં-બહેન સામે ગાળો આપતો હોય તેવો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાને ભદ્ર સમાજની ગણતી અને સરપંચ જેવા હોદ્દા પર બેસી આવા એલફેલ શબ્દો ભાંડતી મહિલાનો વીડિઓ વાયરલ થયા બાદ દાદરા નગર હવેલી સહિત અનેક વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

દાદરા નગર હવેલીમાં સામરવરણી ગામે મહિલા સરપંચ તરીકે કાર્ય કરી રહેલા એવા કૃતિકા અજય ભરત સેલવાસમાં પ્રશાંત ડેવલોપર્સનું લાયઝનિંગનું કામ કરતા નિલેશ નામના ઇસમ સામે એલફેલ શબ્દો ભાંડી જીભાજોડી કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં કોઈ ફાઇલના સહી સિક્કાને લઈને તેમજ ટેક્સની રકમને લઈને બોલાચાલી થઈ રહી છે. જેમાં સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત બેફામ ગાળો ભાંડી રહ્યા છે.

વાયરલ વિડીયોમાં જેને ગાળો અપાઈ રહી છે તે વ્યક્તિ સેલવાસ-વાપીના જાણીતા પ્રશાંત ડેવલોપર્સ ગ્રુપના બિલ્ડર દેવસી ભાટુના પ્રોજેકટ માટે લાયઝનિંગનું કામ કરી રહેલો નિલેશ નામનો માણસ છે. તેને એક મહિલા સરપંચ માં-બહેન સામે ગાળો ભાંડી રહી છે. હાલ આ ગાળો ભાંડી રહેલ વાયરલ વિડીઓએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, મહિલા સરપંચની અભદ્ર ભાષાનો આ વીડિઓ પંચાયતના જ એક શખ્સ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોય શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સામરવરણી પંચાયતની મહિલા સરપંચ કૃતિકા 15 દિવસ માટે રજા પર ગઈ હતી. તે દરમ્યાન બિલ્ડરના વચેટીયાએ ફાઇલના કામ અર્થે ડેપ્યુટી સરપંચ પાસે કાગળ પર સહિ-સિક્કા કરાવી લીધા હતાં. જેને લીધે આ પ્રક્રિયાનો જવાબ મહિલા સરપંચે ઉપલા અધિકારીને આપવો પડ્યો હતો. જેને લઈને સરપંચનો મગજ ગયો હતો અને તેણે સરપંચપદની, પંચાયતની અન્ય મહિલાની ગરિમા જાળવ્યા વગર બિલ્ડરના વચેટિયા એવા નિલેશને બેફામ ગાળો આપી દીધી હતી. જેનો વીડિઓ બનાવી કોઈએ વાયરલ કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જો કે ગેરવર્તન અને અશોભનીય વ્યવહાર અંગે પ્રશાસન તરફથી કે બિલ્ડર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી મળી નથી. પરંતુ આ પ્રકારનું વર્તન કરવું ખુબ જ ખરાબ બાબત કહી શકાય. સાથે એ પણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે, ગામના અન્ય લોકો સાથે સરપંચ દંપતિનો વ્યવહાર કેવો હશે? બિલ્ડરના કૌભાંડો કેવા હશે? વચેટીયાઓના કાવાદાવા કેવા હશે? તે અંગેના અનેક સવાલો હવે જનતાવચ્ચે ઉઠ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *