કચ્છ(Kutch): સંતોની આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ(Mogal ma) નો મહિમા અપરંપાર છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.
માતા મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે અને અહીં આવનાર ભક્તો માતાના દર્શન કરી તેમના પણ આશીર્વાદ લેતા હોય છે. માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે.
જયારે પણ ભક્તો ના જીવન માં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે. ત્યારે હાલમાં જ પોતાની માનતા પુરી થયા બાદ એક મહિલા 11 હજાર રુપિયા લઈ અહીં દર્શન કરવા આવી હતી.
ત્યારે મણીધર બાપુએ પૂછ્યું હતું કે શેની માનતા હતા. આ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તેનું મકાન વેચાંતુ ન હતું જેના કારણે તેને ચિંતા હતી. તેવામાં તેણે માતા મોગલની માનતા રાખી અને મકાન વેંચાવામાં જે પણ સંકટ નડતર હતા તે દુર થઈ ગયા અને મકાન વેંચાઈ ગયું. તેમણે તુરંત કબરાઉ ધામ આવવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે મહિલાએ અહીં આવ્યા અને મણીધર બાપુના ચરણોમાં 11 હજાર રુપિયા મુક્યા. મણીધર બાપુએ રુપિયા માથે ચડાવ્યા અને પછી મહિલાને પરત કરી દીધા.
મણીધર બાપુએ કહ્યું કે આમાંથી અડધા રુપિયા તેના ફઈજી સાસુ અને અડધા તેની દીકરીને આપવામાં આવે. તેમજ મણીધર બાપુ એ વિશેષમાં કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી. માત્ર માં મોગલ પર વિશ્વાસ માત્રથી ભક્તોની સમસ્યા દુર થાય છે. એટલે જ કહેવાય છે કે આ દુનિયા નો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. અશક્ય ને પણ શક્ય કરી બતાવે એ માં મોગલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.