પુલ નીચેથી આવતો હતો મહિલાનો અવાજ, નીચે જઇને જોયું તો આખું ગામ થયું શર્મસાર

ઘણીવાર આપણે સૌએ મહિલાઓની લાચારીની વાર્તાઓ સાંભળી હશે, પરંતુ એક ચોંકાવનારી ઘટના આવી છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમારી આંખોમાંથી આંસુ નહિ રોકી શકો.

આ ચોંકાવનારી ઘટના ઓરિસ્સાથી સામે આવી છે. ઓરિસ્સાના મયુરભંજ જિલ્લામાં પુલ નીચેથી મહિલાનો અવાજ આવતો હતો અને અચાનક લોકો પુલની નીચેથી એક મહિલાની ચીસો સાંભળવા આવ્યા અને મહિલાની ચીસો સાંભળ્યા બાદ કેટલાક લોકોએ પોતાની હિંમત દાખવી અને તે પુલની નજીક જોવા માટે ગયા. પુલ નીચે રહેલી આ મહિલા પીડાથી આક્રંદ કરી રહી હતી કારણ કે તે તેના બાળકને જન્મ આપી રહી હતી. જેના કારણે તે ખૂબ પીડાતી હતી પરંતુ ત્યાં પહોચેલા લોકોને સમજાતું ન હતું કે આખરે તેની મદદ કરે તો કેવી રીતે કરે.

આ સમગ્ર ઘટના જોયા પછી ઓરિસ્સાના શહેરી પ્રશાસન પર ઘણા પ્રશ્નો ઉભા થાય છે કારણ કે, નવીન પટનાયકના રાજ્ય ઓરિસ્સામાં હોસ્પિટલની નબળી અને ખરાબ સુવિધાઓના કારણે પીડિત અને લાચાર મહિલાને પુલની નીચે જ એક બાળકને જન્મ આપવો પડ્યો હતો. તે સમયે તે મહિલાની હાલત એવી હતી કે તે જોઈને કોઈ પણ વ્યક્તિની આંખમાંથી આંસુ સરી પડે કારણ કે, એક લાચાર અને પીડિત મહિલા રાજકારણના આરોપોમાં કચડાઈ રહી હતી.

આ ગંભીર સમયે લોકો તે મહિલાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ત્યાં પહોચેલા વ્યક્તિઓ ધરમ સંકટમાં ફસાઈ ગયા હતા અને ત્યાં હાજર તમામ લોકો વિચારી રહ્યા હતા કે તેમણે તે લાચાર મહિલાની મદદ કરે તો કરે કેવી રીતે. લાચાર અને પીડિત મહિલા પુલ નીચે બાળકને જન્મ દઈ રહી હતી એટલા માટે કોઈ વ્યક્તિ તેની મદદ માટે આગળ ન આવી શક્યું. આ મહિલા ની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી પૂરી જિંદગીની કમાણીથી એને માત્ર કાચું ઘર બનાવ્યૂ હતું અને એ પણ ઘાસનું.

જોવા જઈએ તો 6 મહિના પહેલા એક જંગલી હાથીએ આ લાચાર અને પીડિત મહિલાનું ઘર તોડી નાખ્યું હતું. ત્યારબાદ મહિલાએ કોઈને કોઈ રીતે તેમના પરિવારને બચાવ્યો હતો અને ગર્ભવતી હોવા છતાં પણ આ લાચાર મહિલા તે પોતે અને તેના પેટ માં રહેલા માસૂમ બાળક ને લઈ ને આમ તેમ ભટકી રહી હતી. તેની પાસે કંઈ વધ્યું નહોતું. તેની પાસે ખાવાનું પણ ન હતું અને રહેવા માટે ઘર ન હતું. તે પછી જ્યારે તેણીને અચાનક પ્રસૂતિ પીડાને કારણે દુ:ખાવો થવા લાગ્યો, ત્યારે તે સમયે મહિલાએ તેના બાળકને જન્મ આપવા માટે પૂલનો સહારો લેવો પડ્યો અને તેણે તેના બાળકને ખુબ જ દુઃખનીય પીડાથી જન્મ આપ્યો.

પરંતુ નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાને જોતા સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે, આ લાચાર અને પીડિત મહિલાને 6 મહિનામાં આટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છતાં પણ એક વખત પણ સ્થાનિક સરકારે તેનું દુઃખ સમજવાનો પ્રયાસ કર્યો ન હતો ન તો કોઇપણ પ્રકારની સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી.

જ્યારે આ સમગ્ર ઘટના મીડિયા સુધી પહોંચી, ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીએ જણાવતા કહ્યું કે, હાલમાં કેસની તપાસ ચાલી રહી છે અને દોષિતોને ટૂંક સમયમાં સજા આપવામાં આવશે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યાં એક સરળ બાબત પર જ્યરે મહિલા આયોગ ધરણા બેસી જાઈ છે પરંતુ આ મહિલા માટે એક શબ્દ પણ કોઈ મહિલા દ્વારા બોલવામાં આવ્યો નથી. આ મહિલાને ન્યાય અપાવવા માટે કોઈએ ભૂખ હડતાલ નથી કરી કે કોઈ ધરણા પર નથી બેઠું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *