મોરબી (Morbi)માં થોડા સમય પહેલા જ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટ્યો હતો. જેના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ ઘટના માટે જવાબદાર આરોપીઓને કડક સજા થાય એ માટે ગુજરાત રાજ્યના પોલીસવડાએ તપાસને નેક્સ્ટ સ્ટેપમાં લઈ જવા તૈયારી શરૂ કરી દીધી છે. એક ટ્રક ભરીને મોરબીથી બ્રીજના અલગ અલગ ભાગ તેમજ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે કેસના મુખ્ય માથા સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન:
આ દુર્ઘટનામાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટ મુજબ બેદરકારી સામે આવી છે. ત્યારે હવે મુખ્ય રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે. જેને લઇને સંભવિત આરોપીઓના ઘરે ઓફિસના સ્થળોએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ આરોપીઓ ફરાર છે.
પોલીસ દ્વારા મહત્વના મુદ્દાની તપાસ:
દુર્ઘટના બાદ હાલ પોલીસ દ્વારા પણ મહત્વના મુદ્દાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ દુર્ઘટના સમયે બચી ગયેલા લોકોના નિવેદન લઈ રહી છે. જે બાદ રાજકોટ કલેકટર પાસે બ્રિજના કેટલાક ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા છે. આ સિવાય સીટની તપાસ દરમિયાન પણ અનેક ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.
ફેબ્રીકેશનનું કામ કરનાર ને કોન્ટ્રેક્ટ આપ્યો:
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે. મોરબીનો ઝુલતો કોઈ બનાવવા માટે જે વ્યક્તિને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો તે વ્યક્તિ ઓવેરા કંપનીના પારિવારિક સંબંધોને કારણે આ કોન્ટ્રેક્ટ આપ્યો હતો. કારણ કે તે ઓવેરા કંપનીના અને ઘરના ફેબ્રિકેશન કામ કરતો હતો. આ યુવક માત્ર સામાન્ય જાળી ફીટ કરવા તથા ઝૂલા રીપેર કરવાનું કાર્ય કરતો હતો. પરંતુ સંબંધોને કારણે બ્રિજ રીપેર કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.
ઘટના બાદ જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે સામે આવ્યું હતું કે, જે જગ્યાએથી બ્રિજ તૂટ્યો એ રોપ, દોરડા, લીંક મટીરીયલ તથા બોલ્ડ આ તમામ વસ્તુઓ સાથે કોઈ જ રીપેરીંગ કાર્ય થયું ન હતું. દરેક જગ્યાએ કાટ લાગેલો જોવા મળ્યો હતો. બ્રિજને માત્ર સામાન્ય કરીને પબ્લિક માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને આ બ્રિજ ભગવાન ભરોસે શરૂ થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.