ગુજરાતની પાવન ધરા પર આવેલ છે દેશનું સૌથી મોટું ગણેશજીનું મંદિર- સ્વંયભૂ મૂર્તિના દર્શન માટે લાગે છે ભક્તોની ભીડ

Published on Trishul News at 10:28 AM, Thu, 21 September 2023

Last modified on September 21st, 2023 at 10:30 AM

Siddhivinayak Temple: ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું છે આ સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે 20 કિલોમીટર તેમ જ અમદાવાદથી 62 કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી 14 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

આ મંદિરમાં ગણેશજીની(Siddhivinayak Temple) સ્વંયભૂ મૂર્તિના દર્શન કરી શકાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે આ મૂર્તિ. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંચી છે. અમદાવાદથી આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો પણ ઉપલ્બધ છે.

સિદ્ધી વિનાયક મંદિર, મહેમદાવાદ
અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાંથી જ્યોત આ મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિરની સ્થાપના 2011માં કરવામાં આવી હતી. 6 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું આ મંદિર અને જમીનથી 56 ફૂટ ઊંચું છે. આ મંદિરનો આકાર ગણેશજીના સ્વરૂપનો છે. મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંજ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લગભગ 14 કરોડ રૂપિયાના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગણપતપુરા મંદિરમાં ગણેશ ભગવાનતે સ્વંયભુ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારનાં દિવસે હાથેલમાં જમીનનાં કેરડાનાં જાળાનાં ખોદકામનાં સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાનાં તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડ પર કંદોરા સાથે પ્રગટ થયા હતા. વર્ષો પહેલા આ સ્થળ પર જંગલ વિસ્તાર આવેલો હતો.

જમીનમાંથી મૂર્તિ મળી આવતા કોઠ, રોજકા, વણફૂટા ગામની વચ્ચે ઘણો વિવાદ થયો હતો. ત્યાર પછી જ્યારે મૂર્તિને ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું ઓપોઆપ બળદ વગર ચાલવા લાગ્યું અને ગણપતિપુરાનાં ટેકરા પર જઇને ઉભું રહ્યુ. મૂર્તિ આપમેળ ગાડામાંથી નીચે ઉતરી ગઇ. ત્યારથી આ સ્થળનું નામ ગણેશપુરા પડ્યું.

Be the first to comment on "ગુજરાતની પાવન ધરા પર આવેલ છે દેશનું સૌથી મોટું ગણેશજીનું મંદિર- સ્વંયભૂ મૂર્તિના દર્શન માટે લાગે છે ભક્તોની ભીડ"

Leave a comment

Your email address will not be published.


*