અહીંયા બનશે દુનિયાનો સૌ પ્રથમ 5 લાખ સ્કવેર ફૂટનો હવામાં લટકતો રિસોર્ટ: જાણો ક્યાં?

Floating Resort in Dubai: દુબઈ પોતાની શાનદાર લાઇફ સ્ટાઇલ અને આલીશાન ગગનચુંબી ઇમારતો માટે જાણીતું છે. અહીંયા દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા (Floating Resort in Dubai) સહિત એક થી એક ચડિયાતી સુંદર બિલ્ડીંગ અને રિસોર્ટ આવેલા છે. હવે દુબઈમાં એક અનોખો રિસોર્ટ બનવા જઈ રહ્યો છે, જે લાજવાબ હશે.

આ છે તમે દુબઈ
દુબઈમાં હવામાં એક શાનદાર રિસોર્ટ બનવાની જાહેરાત કરવામાં આવી છે. તે ટૂંક સમયમાં જબીલ પાર્કમાં થર્મે દુબઈ નામથી દુનિયાના સૌથી ઊંચા રિસોર્ટનું નિર્માણ શરૂ થઈ જશે. તે એક આર્કિટેક્ચરનો અદભુત નમુનો હશે. આ ભવ્ય રિસોર્ટ 100 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવશે.

2028 સુધીમાં બની જશે રિસોર્ટ
આ રિસોર્ટનું એક થ્રીડી વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ભવિષ્યના આલીશાન રિસોર્ટની જલક બતાવવામાં આવી છે. તેની અંદર અને બહારની બનાવટ કેવી હશે, તેમની શું શું વિશેષતા હશે તે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. આ રિસોર્ટ 2028 સુધીમાં ખોલવાની સંભાવના છે.

ક્રાઉન પ્રિન્સએ કરી જાહેરાત
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મહંમદ બિન રાશીદ અલ મકતુમએ હવામાં બનનારા આ રિસોર્ટના નિર્માણની જાહેરાત કરી છે. આ રિસોર્ટ 5 લાખ સ્ક્વેર ફૂટમાં બનશે. આમાં 3 વિભાગો હશે જે રેસ્ટોરેશન, આરામ અને ખેલ પર આધારિત હશે. તેમાં એક આકર્ષક ગાર્ડન પણ હશે.

રિસોર્ટમાં હશે વર્લ્ડ ક્લાસ આધુનિક સુવિધા
ક્રાઉન પ્રિન્સએ કહ્યું કે આ નવતર પ્રોજેક્ટ શહેરી બાયો ડાઈવર્સિટી, પર્યાવરણની સ્થિરતાને વધારવા અને દુબઈ વાસી અને પર્યટકો માટે અનોખો અનુભવ આપવાની અમારી પ્રતિબધતાને દર્શાવે છે. આ રિસોર્ટ 2028 સુધીમાં બનીને તૈયાર થઈ જશે અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

બનાવવામાં અબજો રૂપિયા ખર્ચા છે
ખલીજ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર સરકારે નવી જગ્યાના વિકાસ માટે 2 બિલિયન એટલે કે લગભગ 47 અબજ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. રિસોર્ટમાં એક આકર્ષક ગાર્ડન અને દુનિયાનું સૌથી મોટું ઇન્ડોર બોટનિકલ ગાર્ડન પણ હશે. તેમાં એક વર્ષમાં 1.7 મિલિયન લોકો મુલાકાત લેશે.

રિસોર્ટમાં 200થી વધારે પાર્ક
આ રિસોર્ટની યોજના દુબઈ ક્વોલિટી ઓફ લાઈફ સ્ટ્રેટેજી 2033 અંતર્ગત બનાવવી રહી છે. આનો ઉદ્દેશ દુબઈને રહેવા માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શહેર બનાવવાનો આ યોજનામાં 200થી વધારે પાર્કનો વિકાસ, સમુદ્ર તટ પર સાયકલિંગ ટ્રેકનું નિર્માણ, રાત્રી દરમિયાન સ્વિમિંગ, દરિયા કિનારાની લંબાઈ વધારવી અને વિશેષ રીતે મહિલાઓ માટે નવા સમુદ્ર તટનું નિર્માણ કરવું વગેરે સામેલ છે.

3,000થી વધારે વૃક્ષો વાવવામાં આવશે
પરિયોજના મુખ્ય ભાગરૂપે પ્રત્યેક રેસીડેન્સીયલ કમ્યુનિટી લેન્ડસ્કેપ અને વિશિષ્ટ આર્કિટેક્ચર પ્રવેશ દ્વાર પણ હશે. 3000થી વધારે વૃક્ષો વાવવામાં આવશે. આ 2024માં દુબઈમાં વાવવામાં આવેલા 2,16,500 વૃક્ષોથી અલગ છે, જે 2023 થી 17% વધુ છે. તેનો મતલબ છે કે ગયા વર્ષે દરરોજ એવરેજ 600 વૃક્ષ વાવવામાં આવ્યા હતા.