કોરોના સામે લડવા વિશ્વના આ મોટા ઉદ્યોગપતિએ આપ્યું 751 કરોડનું દાન

માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોના(Corona) વાઈરસ સામે ટક્કર આપવા કટિબદ્ધ છે. બુધવારે સોશિયલ મીડિયા પર ગેટ્સે વાઈરસનો પ્રતિકાર કરવા માટે 100 મિલિયન ડોલર(751 કરોડ રૂપિયા)ની મદદની જાહેરાત કરી છે. પોતાના શહેર વોશિંગ્ટન માટે 50 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ગેટ્સે કહ્યું કે તેમનું ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોનાની (Corona) દવા અને તેની રસી વિકસિત કરનારની સાથે મળીને કામ કરી રહ્યું છે. હાલના સમયમાં સંક્રમણના મોટાભાગના મામલાઓ અમીર દેશોમાં છે. તેમણે તેને રોકવા માટે યોગ્ય રીતે કામ કરવું જોઈએ.

ગેટ્સે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમામ દેશોમાં કોરોના(Corona)થી બચી શકાય તેવા ઉપકરણો ઉપલબ્ધ હોય. અમે ફેબ્રુઆરીમાં ઘણી ચીજો માટે 1000 કરોડ રૂપિયા આપ્યા હતા અને આમ કરતા રહીશું. અમારી પ્રાથમિકતા છે કે દવા અને રસીના નિર્માણની ક્ષમતા પુરતી હોય, જેથી વધુમાં વધુ લોકોની મદદ કરી શકાય.

ગેટ્સે ગયા અઠવાડિયે જ માઈક્રોસોફ્ટના ચેરમેન પદે થી રાજીનામું આપી દીધું છે. તેઓ હવે પોતાનો પૂરો સમય બીજાની ભલાઈ માટે લગાવવા ઈચ્છે છે. તેઓએ અગાવ પણ મેલેરિયા સામે લડવા દાન કરેલું છે. ગેટ્સ સ્વાસ્થ્ય ઉપરાંત તેઓ શિક્ષા ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છે. વિશ્વને આવા ઉદ્યોગપતિઓની જરૂર છે જે તેમની સંપત્તિ દુનિયાની ભલાઈ માટે વાપરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *