કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકેલી છે. હાલમાં લોકડાઉન ઘણાં રાજ્યોમાં ચાલી રહ્યું છે, તેમજ ઘણાં રાજ્યમાં તો ધીરે-ધીરે બધું ખુલી પણ રહ્યું છે. આવાં સમયમાં ઘણાં લોકોની સાથે પૈસાની છેતરપીંડી થવાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક ઘટના હાલમાં જ સામે આવી રહી છે.
ડિજિટલ યુગમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરામાં આવેલ ભાયલીમાં રહેતા નોકરી ઈચ્છુકની પાસેથી મુંબઈની ભેજાબાજ ગેંગે નોકરી આપવાની લોભામણી લાલચ આપીને કુલ 1 કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી હતી.
જેની ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ મથકમાં નોંધાતા જ તપાસ ચલાવી રહેલ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગેંગનાં મુખ્ય ભેજાબાજ તેમજ એક મહિલા સહિત કુલ 7 લોકોને પણ પકડી પાડયાં છે.વડોદરા શહેરની પાસે આવેલ ભાયલી ગામમાં નાગેશ ધુગરધરે રહે છે.
જેમનો મુંબઈની ભેજાબાજ ગેંગે સંપર્ક કર્યો હતો, એને નોકરીની જરૂર હોવાંથી નાગેશ ભેજાબાજ ગેંગનો શિકાર પણ બન્યો હતો. ભેજાબાજ ગેંગે સારી એવી નોકરી આપવાની લોભામણી લાલચ આપીને નાગેશની પાસેથી કુલ 10,08,884 રૂપિયા પડાવી લીધા હતાં.
પરંતુ ત્યારપછી પણ નોકરી ન મળતાં નાગેશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાંનું જણાઈ આવતાં જ વડોદરા તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.ફરિયાદને આધારે તપાસ ચલાવી રહેલ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો દોર મુંબઈ બાજુ તથા મુંબઈની અન્ય કુલ 9 બેંકોમાં લંબાવીને ભેજાબાજ ટોળકીનાં મુખ્ય ભેજાબાજ તથા 1 મહિલા સહિત કુલ 7 લોકોને પકડી પાડયા હતાં.
જેમાં પોલીસે મુખ્ય આરોપી સેલવા સંતોષ નટેશન તથા તેનાં કુલ 4 સાગરીતો તેમજ પોતાનો બેંક એકાઉન્ટ કમિશન પેટે આપનાર એક મહિલા સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈથી પકડાયેલ આરોપીમાં કુલ 3 આરોપીઓ કોરોના પોઝિટિવ પણ આવ્યા હતાં. પોલીસે પકડી પાડેલ ગેંગની પાસેથી કુલ 17 મોબાઇલ ફોન, કુલ 18 સિમકાર્ડ, કુલ 5 પાસબુક, કુલ 8 ચેકબુક, કુલ 28 ડેબિટ કાર્ડ સહિત ઘણાં દસ્તાવેજો પણ કબજે કર્યા છે.
છેતરપીંડીનાં રૂપિયાથી ખરીદેલ સોનાનાં દાગીના તથા કાર અને રોકડ રકમ કુલ 2,00,000 રૂપિયા તેમજ બેંકમાં રહેલ કુલ 8,93,008 સિઝ કરીને કુલ 19,65,708 રૂપિયા કબ્જે કર્યા છે.લોકલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ ગેંગનો મુખ્ય સૂત્રધાર સેલવા દિલ્હીમાં ઠગ ગેંગમાં કુલ 25,000 નાં પગાર પર કામ કરતો હતો.
તેમજ જેની તેને તાલીમ પણ આપવામાં આવી હતી. ત્યારપછી સેલવાએ પોતાની ગેંગને તૈયાર કરીને નોકરી ઈચ્છુક લોકોને મોબાઇલ ફોન પર તેમજ ઇ-મેલથી સંપર્ક કરીને શિકાર બનાવવાની શરૂઆત કરી હતી. જે લોકો સેલવાનાં શિકાર બનતાં હતાં.
તેમની પાસેથી રૂપિયા પડાવવાં બેંકમાં ખાતા ધરાવતાં ખાતેદારોની પાસેથી બેંક ખાતા કમિશન પેટે મેળવતો હતો તેમજ તેનાં દ્વારા રૂપિયા પણ ઉપાડતો હતો. ઠગ ગેંગ દ્વારા દેશનાં અન્ય રાજ્યોમાં રહેતા લોકોની સાથે નોકરી આપવાનાં બહાને છેતરપિંડી કર્યા હોવાનું પોલીસની તપાસમાં પણ બહાર આવી રહ્યું છે.
वड़ोदरा पुलिस ने 5 राज्यों से 3 करोड़ की ऑनलाइन धोखाधड़ी कर चुके मुंबई के एक गिरोह के 7 लोगों को गिरफ्तार किया है। ये लोगों को आकर्षक पैकेज की जॉब दिलवाने का वादा कर पैसे ठगते थे :सुधीर देसाई, SP वड़ोदरा, गुजरात pic.twitter.com/sZ6rj7M9LJ
— ANI_HindiNews (@AHindinews) August 9, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP