સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં ચોરીની ઘટના, જાણો કેટલી હતી કિંમત…

સુરતમાં ગુનાના બનાવો રોજબરોજ બનતા જ રહે છે. જે હવે સામાન્ય બાત બની ચુકી છે. જેમાં ચોરી, મારપીટ, લૂંટફાટના ગુનાઓ બનતા રહે છે. છેલ્લા થોડા…

સુરતમાં ગુનાના બનાવો રોજબરોજ બનતા જ રહે છે. જે હવે સામાન્ય બાત બની ચુકી છે. જેમાં ચોરી, મારપીટ, લૂંટફાટના ગુનાઓ બનતા રહે છે. છેલ્લા થોડા દિવસથી તો ગુનાખોરોને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું.

અમુક ઘટનાઓમાં પોલીસ જ ગુનાખોર લોકોની સાથે મળેલી હોય છે. આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનવા પામી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા કેસરી એક્સપોર્ટ નામના કારખાનામાં ચોરીની ઘટના બની હતી.

મોડી રાત્રિએ ચોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે કે લાખો રૂપિયાના હીરા ચોરી થયા હોવાનું અનુમાન છે. એકતરફ કોરોના મહામારીના કારણે લોકોની આવકમાં ઘટાડો થયો છે, જેમતેમ કરીને નાનું મોટું કામ કરીને થોડી તો થોડી આવક માટે દિનરાત કામ કરી રહ્યા છે, અને આવા સમયમાં આવી ઘતાનોએ વેગ પકડ્યો છે.

હાલ આ ચોરીમાં મોટા રાહતના સમાચાર પણ મળ્યા છે. ચોરી કરવા આવેલા એક વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. હવે સીસીટીવીના આધારે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *