આ લેખ વાંચી તમે આજથી જ વાસી રોટલી ખાવાનું ચાલુ કરી દેશો- જાણો વિગતે

આપણે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના અભ્યાસ કરવા પડે છે. દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો આપણે યોગા કરીએ છીએ. આપણે…

આપણે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના અભ્યાસ કરવા પડે છે. દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો આપણે યોગા કરીએ છીએ. આપણે કસરત કરીએ છીએ, શાકભાજી, ફળ, જરૂરી અને હેલ્દી ડાયટ લેવી જોઈએ. આ બધા સિવાય લોકો કાંઈક બીજા પણ નુસખા અપનાવે છે. જેના દ્વારા આપણે આપનું એક યોગ્ય અને સારું આરોગ્યપ્રદ જીવન વિતાવી શકીએ.એવો જ એક નુસખો અમે પણ આજે તમને જણાવીશું….

મોટાભાગે તમે લોકોને વાસી ન ખાવાની શીખ આપતાં સાંભળ્યા હશે. વાસી ખોરાક હોય અથવા રોટલી બંનેને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.12 કલાકથી વધારે સમયનો વાસી ખોરાક ખાવાથી ફૂડ પૉઇઝનિંગ, એસિડિટી અને પેટ ખરાબ થવાની શક્યતા રહે છે. આટલું જ નહીં પરંતુ, વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય ઘાતકી નુકશાન પણ પહોંચી શકે છે. પરંતુ તમને તે જાણીને નવાઇ લાગશે કે દરેક વાસી ખોરાક સ્વાસ્થ્યને નુકશાન નથી પહોંચાડતા. કેટલીક ખાવાની વસ્તુઓ એવી પણ હોય છે જે વાસી થયા બાદ સ્વાસ્થ્યને વધારે ફાયદો પહોંચાડે છે. જેમાં એક ઘઉં છે.

ભારતના મોટાભાગના ઘરમાં ઘઉંના લોટમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. આ સાથે જ મોટાભાગના ભારતીઓમાં જરૂરતથી વધારે ભોજન બનાવવાની આદત પણ હોય છે. જેના કારણે મોટાભાગના ઘરમાં રોટલી પડી રહેતી હોય છે. વધેલી રોટલીઓ ફેંકી દેવી પડતી હોય છે અથવા તો કોઇ જાનવરને ખવડાવી દેવી પડતી હોય છે. પરંતુ અમે તમને વાસી રોટલીના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે ઘરમાં વધેલી રોટલી ફેંકવાની જગ્યાએ પોતે ખાવાનું પસંદ કરશો.

વાસી રોટલી ખાવાના છે આટલા ફાયદા

1. દૂધની સાથે વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. વાસી રોટલીને 10 મિનિટ માટે દૂધમાં પલાળી દો. સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાઓ. આમ, કરવાથી ટૂંક સમયમાં જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવા લાગશે.

2. આપણા શરીરનું નૉર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ટેમ્પરેચરનું 40થી વધારે થવા પર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકશાન પહોંચી શકે છે. દૂધમાં પલાળેલી વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં ઘણી અસરકારક સાબિત થાય છે.

3. જે લોકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે તેમના માટે વાસી રોટલી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઇ જાય છે.

4. ડાયાબિટીસમાં વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. દિવસમાં કોઇ પણ સમય વાસી રોટલીને 10થી 15 મિનિટ દૂધમાં પલાળીને રાખવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

5. વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે.

6. વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેંટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે.

7. તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *