Pakistani uncle video: એક પાકિસ્તાની કાકાનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં એક વ્યક્તિ પોતાની બાઈક પર સ્ક્રેચ અને ટક્કર ન લાગે એટલા માટે તેણે એક અનોખો દેશી જુગાડ લગાવ્યો હતો. વાયરલ થયેલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક (Pakistani uncle video) વ્યક્તિએ પોતાની બાઇકને ચારે બાજુ લોખંડની પાઇપ વડે મઢી લીધી છે. લોકો આ જુગાડને સેફટી અલ્ટ્રા મેક્સ પ્રો કહીં ખૂબ મોજ લૂંટી રહ્યા છે. તેમજ કેટલાક લોકોએ તો આની તુલના ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે કરી છે
વાયરલ થઈ રહેલી વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાકીસ્તાની વ્યક્તિ પોતાની બાઈકને સંપૂર્ણ રીતે લોખંડના એક ઢાંચાથી કવર કરી દીધી છે. આ ઢાંચો એટલો મજબૂત છે કે કોઈપણની ટક્કર આ બાઈક સાથે થાય તો સામેવાળાને નુકસાન થશે પરંતુ બાઈકને નુકસાન નહીં થાય. આ ઉપરાંત આ ભારે ઢાંચા ને લીધે કદાચ બાઈકનું બેલેન્સ ખરાબ થઈ શકે છે એટલા માટે તેમાં બે વ્હીલ પણ એટેચ કરવામાં આવ્યા છે.
ઘણા ઇન્ટરનેટ યુઝર વીડિયોને જોયા બાદ કરી રહ્યા છે કે આવો જુગાડ તો ફક્ત પાકિસ્તાનમાં જોવા મળી શકે છે. કેટલાક લોકોએ ચાચાના આ જુગાડને જોરદાર જણાવ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ છે પાકિસ્તાનની સસ્તી z plus સિક્યુરિટી. આ વીડિયોને facebook પર પાકિસ્તાની સિંગર નૌમાન શફીએ શેર કર્યો છે.આ વિડીયો સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો મોજ લઈ રહ્યા છે.
એક વ્યક્તિએ મજાક કરતા કમેન્ટ કરી કે અમારી સાથે જે પણ ટકરાશે તે ધૂળમાં મળી જશે. બીજા વ્યક્તિએ લખ્યું કે આ છે ફાઇવ સ્ટાર સેફટી રેટિંગ વાળી બાઇક. એક વ્યક્તિએ લખ્યું કે કાકાની ઝેડ પ્લસ સિક્યુરિટી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App