આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર ઉથલાવવા ભાજપના મંત્રીએ એક MLAને ખરીદવા આપી 25 કરોડની ઓફર

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM અશોક ગેહલોતે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. અશોક ગેહલોતે શનિવારે ભાજપ પર કોંગ્રેસ સરકારને ગબડવાના ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. ગેહલોતે કહ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન, જ્યાં સરકાર લોકો માટે કામ કરી રહી છે. તે જ સમયે, ભાજપ ચૂંટાયેલી સરકાર અને રાજ્યના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. ભાજપ સતત અમારી સરકારને પછાડવા પ્રયાસ કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એફઆઈઆરમાં બાંસવાડા જિલ્લાના કુશળગઢથી મહિલા ધારાસભ્ય રમિલા ખાડિયા અને બાંસવાડા જિલ્લાના હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રજીતસિંહ માલવીયાનું નામ બહાર આવ્યું છે. વિપક્ષી પાર્ટી દ્વારા પૈસાની લાલચ આપીને તેઓનો ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, આ મામલો રાજ્યના CM ગેહલોત સુધી પહોંચ્યો છે. આ પછી રાજ્યસભાની ચૂંટણીઓ પૂર્વે જયપુર ખાતે ચીફ વ્હિપ મહેશ જોશી દ્વારા લેખિત અહેવાલ આપવામાં આવ્યો હતો.

ગેહલોતે કહ્યું: ભાજપ અમારા ધારાસભ્યને તોડવામાં લાગી છે

અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભાજપના લોકો સરકારને ઉથલાવી દેવામાં રોકાયેલા છે. આપણે, આપણા મંત્રીઓએ સરકારને બચાવવા સંઘર્ષ કરવો પડશે. અમે કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છીએ. જયારે ભાજપ સરકાર વિરુધ યુદ્ધ લડી રહી છે.

ભાજપના 2 નેતાનું નામ સામે આવ્યું

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદીની ઘટનામાં ભાજપના બે નેતાઓનું નામ સામે આવ્યું છે. આ નેતાઓનાં નામ છે ભરત માલાની અને અશોકસિંહ. તેઓની બ્યાવર ઉદેપુરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન SOG અનુસાર, માલાણીના કૉlલ રેકોર્ડિંગમાં બતાવવામાં આવ્યું હતું કે ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મોડી રાત્રે લગભગ 26 ધારાસભ્યોનું સંયુક્ત નિવેદન બહાર પડ્યું

ધારાસભ્યોની ખરીદીના કેસમાં શુક્રવાર મોડી રાતે 26 ધારાસભ્યોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તે મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરી દ્વારા જાહેર કરાયું હતું. તેમાં ભાજપ ઉપર આરોપ લગાવાયો કે તે સરકાર તોડવાની કોશિશ કરી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આ ષડયંત્રમાં ભાજપના ટોચના નેતા સામેલ હોવાની વાત કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *