હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેલો છે. હાલમાં રાજ્યમાં અનલોક બાદ કેટલાંક શહેરોમાં હજુ પણ રાત્રી કર્ફ્યુંનો અમલ ચાલી રહ્યો છે. આની વચ્ચે રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
ગુજરાતમાં આવેલ 4 મહાનગરોમાં એટલે કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1 ફેબ્રુઆરીથી લઈને રાત્રી કર્ફ્યુમાં 1 કલાકની છૂટછાટ આપી દેવામાં આવી છે એટલે કે સોમવારથી રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધીમાં જ કર્ફ્યુનો અમલ રહેશે.
હાલમાં રાત્રે 10થી સવારમાં 6 વાગ્યા સુધી છે. આની સાથે જ લગ્ન અથવા તો સત્કાર સમારંભ જેવા શુભ પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ અથવા તો બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધારે નહી પણ હવે 100ને બદલે મહત્તમ કુલ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ અથવા તો પ્રસંગનું આયોજન કરી શકાશે.
કોરોના સંક્રમણ નિયંત્રણ તથા કોરોના સંપૂર્ણ કાબૂમાં લેવા માટે ભારત સરકારના નિર્દેશોનું ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી ચુસ્ત પાલન કરવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયોની જાહેરાત કરતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર દ્વારા આ જાણ કરવામાં આવી હતી.
આની સાથે જ લગ્ન પ્રસંગમાં હવે વધારેમાં વધારે 200 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે. રાત્રીના 11 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. આની સાથે જ નિયમોનો ભંગ કરનારને સજા થશે. હોલ હોટેલ, બેંકવેટ હોલ, ઓડિટોરિયમ, કોમ્યૂનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક અથવા તો ધાર્મિક સમારોહ માટે સ્થળની કેપેસિટીના 50% ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે.
જાહેરમાં થૂંકનાર તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનાર વ્યક્તિ રાજ્ય સરકારના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે. રાજયનાં ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હુકમથી બહાર પાકવામાં આવેલ SOPનું તથા ઘાર્મિક સ્થળો બાબતે ગૃહ વિભાગના બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સિનેમા હોલ સંદર્ભે Ministry of Information & Broadcasting, Government of Indiaના પરામર્શમાં બહાર પાડવામાં આવેલ SOP અન્વયે રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સ્વિમિંગપૂલ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આ SOPને ધ્યાનમાં લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
એકઝીબીશન હોલ સંદર્ભમાં Department of Commerce, Government of India દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle