દરેક વસ્તુઓમાં મોંઘવારી(inflation) ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ 31 ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi) છે. આ દિવસથી ઠેર ઠેર ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. કોઇ 10 દિવસ સુધી તો કોઇ 14 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરશે. જેને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પર્યાવરણ(environment) પ્રેમીઓ ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ(Eco friendly idol) બનાવડાવે છે તો ઘણા લોકો વિશાળ મૂર્તિઓ પણ બનાવડાવે છે. પરંતુ આ વર્ષે ગણેશજીની મૂર્તિઓના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેના કારણે ગણેશ ચતુર્થીમાં પણ મોંઘવારી નડશે.
મૂર્તિમાં એક ફૂટે 2000થી 2500નો વધારો:
ગણેશ ચતુર્થીની તૈયારીઓ અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે. ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાને તૈયાર કરવા માટે કલાકારો કામે લાગી ગયા છે. રાજ્યમાં 8 લાખથી વધુ ગણેશજીની મૂર્તિઓ બની રહી છે. ત્યારે હવે ભાવ વધારાની વાત કરીએ તો, આ વર્ષે ગણેશજીની મૂર્તિમાં પ્રતિ ફૂટે 2 હજારનો વધારો કરાયો છે. મોટી મૂર્તિમાં પ્રતિફૂટે બે હજાર રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ ભાવ વધારાને કારણે મૂર્તિકારોને સારો ભાવ મળતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોનાને લીધે અમારુ ઘણુ નુકસાન થયું- મૂર્તિકાર
છેલ્લા બે ત્રણ વર્ષથી અમારો ધંધો ચાલતો ન હતો. પરંતુ આ વર્ષે ગ્રાહક આવી રહ્યા છે. વરસાદ પણ છે પરંતુ ઘરાકી સારી રહે છે. અમારી પાસે 1થી 10 ફૂટની મૂર્તિઓ છે. માટીની મૂર્તિ પણ બનાવીએ છીએ. આ વખતે ફૂટે બે હજારનો વધારો કર્યો છે કારણ કે કોરોનાને કારણે નુકસાન ઘણુ થયુ છે તેની ભરપાઇ કરવા માટે. અમારા માટે વર્ષે આ એક તહેવાર આવે છે જેમાં અમારુ ગુજરાન ચાલે. આવું એક મૂર્તિ કલાકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે આ વર્ષે મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે:
આ સિવાય ગણેશ ચતુર્થી નિમિત્તે સરકાર દ્વારા પણ જનતાને એક ભેટ આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. આ સાથે સાર્વજનિક સ્થળો પર ગણેશની સ્થાપના કરવાની પરવાનગી પણ આપી દીધી છે. રાજ્ય સરકારે લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.
મહત્વનું છે કે, મૂર્તિ બનાવવા અને વિસર્જન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સાથે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પણ પાલન કરવાનું રહેશે. મહત્વનું છે કે, ગત વર્ષે કોરોનાની સ્થિતિને કારણે ગણેશોત્સવ દરમિયાન નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.