એક જ પરિવારમાં ઘણા બધા સભ્યો હોય છે. દરેક લોકોની અલગ અલગ વિચારધારા હોય છે પરંતુ તમામ લોકો પ્રેમ ના ધાગાથી બંધાયેલા હોય છે, જેના કારણે તેઓ મતભેદ થાય ત્યારે પણ એક થઈ જાય છે.જ્યાં પરિવારના સભ્યો એકબીજાને ચાહે છે તો ક્યારેક તેમના વિચારો પણ એકબીજા સાથે ટકરાતા હોય છે, જેના કારણે ઝઘડો થાય છે.
એવું કહેવામાં આવે છે કે જ્યાં પ્રેમ છે ત્યાં તકરાર પણ છે, જો આ વિવાદ અમુક હદ સુધી ચાલે તો તે સારું નથી.જો આ વિવાદ ઝગડા માં ફેરવવા લાગે છે ત્યારે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ થાય છે. ઘરમાં તકરાર માનસિક તણાવ જ નહીં પણ નાણાકીય સ્થિતિ પર પણ નકારાત્મક પ્રભાવ પડવાનું શરૂ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે નકારાત્મક એનર્જીથી આર્થિક સમસ્યાઓ વધે છે. ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે તો ઘર ની સુખ શાંતિ ને ખલેલ પહોંચે છે અને આર્થિક સ્થિતિ ઉપર પણ ખરાબ અસર પડે છે. ક્યારેક નકારાત્મક ઊર્જાને કારણે આપણને કેટલીક ટેવ હોય છે. જો આ ટેવો સુધારવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે, તો ચાલો આપણે જાણીએ કે કઈ આદતોથી ઘરમાં વિખવાદ,આર્થિક સંકટ આવે છે અને તમે તેનાથી તમે આ રીતે છુટકારો મેળવી શકો છો.
વાસ્તુ અનુસાર, જો તમારા ઘરની જૂની તૂટેલી વસ્તુઓ જેવી કે તાળા વગરની ચાવીઓ, ક્ષતિગ્રસ્ત વિદ્યુત ઉપકરણો, કાંટવાળી વસ્તુઓ, તુટેલુ ફર્નિચર, તુટેલો કાચ, જુના નકામા પગરખાં, ફાટેલા જુના કપડા અને ન વપરાયેલી ઘડિયાળ વગેરે જો ઘરમાં નકામી વસ્તુઓ પડેલી હોય તો નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. તેથી તમારા ઘરમાં વિખવાદ જ વધતો નથી. સાથે સાથે આર્થિક અવરોધો અને પ્રગતિ માં આવતા અવરોધોનો પણ સામનો કરવો પડે છે, તેથી જો તમને તમારા ઘરમાં આ પ્રકારની સમસ્યા હોય તો તેને તરત જ દૂર કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.