હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ પૂજાતાદેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યા ના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપને મંગળકારી માનવામાં આવે છે.’ જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિનું જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તેમાં દરેક ચીજ એક ગૂઢ અર્થ ધરાવે છે જે સમજવા જેવો છે. તમે જો શ્રી ગણેશ સામે હાથ જોડીને ઉભા રહો ત્યારે તેમના આ રૂપને જોતી વખતે આ પ્રેરણા લેશો તો વિધ્નહર્તાની કૃપાથી ક્યારેય તમારા કાર્યમાં વિધ્ન નહી આવે. ભગવાન ગણેશ તમારા જીવનના બધા દુ:ખ દુર કરીને તમારું જીવન સુખમય બનાવશે.
ભગવાન ગણેશની નાનકડી આંખો
ભગવાન ગણેશની આંખો નાની નાની છે. જે આપણને સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે જતા નથી.
ભગવાન ગણેશના મોટા સૂપડાં જેવા કાન
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન પણ લોકો માટે સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ.
સૂંઢ
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત આપણામાં આવશે.
ઉંદર
ભગવાનનું ભારે શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન. સમજવાનમાં કઈંક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઊંદર ઈચ્છાનું પ્રતિક છે. બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો. તે તમને ખેંચી જાય તેવી તક ક્યારેય તેને ન આપો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.