હથેળી પર ‘H’ બનવુંએ ખૂબ જ શુભ હોય છે
હસ્તરેખા શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હથેળી પર ‘H’ બનવુંએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ‘H’ ત્રણ રેખાઓની મદદથી બને છે. એટલે કે હૃદય રેખા અને ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખા મળીને ‘H’ બનાવે છે. જે લોકોના હાથમાં આ ‘H’ હોય છે. તેમના જીવનમાં અસલ ખુશીઓ 40 વર્ષની ઉંમર બાદથી આવે છે. તેમના જીવનમાં મોટો અને શુખદ ફેરફાર થાય છે અને તે ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે.
40 વર્ષની ઉંમર થતાની સાથે જ આ લોકો પાસે ખૂબ જ પૈસા આવી જાય છે. તેમને દરેક કામમાં સફળતા મળે છે. એમ કહીએ તો પણ ચાલે કે હાથ લગાવતા જ તે કામ થઈ જાય છે. જ્યારે 40ની ઉંમર પહેલા સુધી તેમને પોતાના દરેક જરૂરી કામ માટે સંઘર્ષ કરવો પડે છે. દરેક કામ પર તેમને પડકારોનો સામનો કરવો પડે છે.
આ સમયે તેમને ભાગ્યનો સાથે ન બરાબર મળે છે કારણ કે આ લોકો ખૂબ સકારાત્મક અને મહેનતી હોય છે. માટે આ સમય પણ ખૂબ સારી રીતે પસાર કરી લે છે. જોકે આમ જોવા જઈએ તો તેમને પોતાની મહેનતનો ફાયદો 40 વર્ષની ઉંમર બાદ જ મળે છે.આ લોકો જીવનમાં ખૂબ સારો એવો નફો કમાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.