વર્તમાન યુગમાં દરેક વ્યક્તિ પૈસા (money)ની પાછળ દોડે છે. પૈસો એક એવી વસ્તુ છે, જેના માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત તે વ્યક્તિની મહેનત અને સમર્પણ કરતાં નસીબને કારણે વધુ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં આવા ઘણા પ્રતીકો જણાવવામાં આવ્યા છે જે દર્શાવે છે કે વ્યક્તિ પાસે પૈસા આવશે. આવી જ એક શુભ નિશાની છે હથેળી પર ખંજવાળ આવવી. જો કે આ નિશાની પુરુષો અને સ્ત્રીઓમાં અલગ-અલગ પરિણામો આપે છે.
શકુન શાસ્ત્રમાં હથેળીમાં ખંજવાળનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે, કયા હાથમાં હથેળી પર ખંજવાળ આવે તે શુભ અને કયામાં અશુભ. ચાલો હવે તમને જણાવીએ કે હથેળીમાં ખંજવાળ વ્યક્તિના ભાગ્ય અને તેની આર્થિક સ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે.
ડાબા હાથ પર ખંજવાળનો અર્થ શું છે?
એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ડાબા હાથ પર ખંજવાળ આવે છે, તો તેનો અર્થ છે કે તેની પાસે પૈસા આવવાના છે. આ સૂચવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે. જ્યારે સમુદ્રશાસ્ત્ર અનુસાર ડાબા હાથમાં ખંજવાળ આવવાથી ધનની હાનિ થાય છે. એટલા માટે જ્યારે પણ તમને તમારા ડાબા હાથ પર ખંજવાળ આવે છે, ત્યારે તમારે તમારું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ.
જમણા હાથ પર ખંજવાળનો અર્થ શું છે?
એવું કહેવાય છે કે જ્યારે શરીરની જમણી બાજુ અથવા જમણા હાથ પર સતત ખંજવાળ રહે છે, તો વ્યક્તિની આવક અને સંપત્તિને નુકસાન થાય છે. પરંતુ સમુદ્રશાસ્ત્ર અનુસાર, તે તદ્દન વિપરીત છે. જમણા હાથ પર ખંજવાળ એ પૈસા આવવાના સંકેત છે. એટલા માટે બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી.
હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી કહેવામાં આવે છે. જ્યારે પણ આપણી ડાબી હથેળીમાં ખંજવાળ આવે છે, ત્યારે લોકો વિચારવા લાગે છે કે દેવી લક્ષ્મી આપણાથી નારાજ છે અને હવે આપણને ધનની ખોટ પડશે. પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીઓમાં ડાબી હથેળી પર ખંજવાળનો અર્થ અલગ છે. સ્ત્રીઓની ડાબી હથેળીમાં ખંજવાળનો અર્થ થાય છે તેમનું નસીબ. જ્યારે તેની જમણી હથેળીમાં ખંજવાળ ધનની ખોટ દર્શાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.