એટીએમ માંથી ચોરી થવાની ઘટનાઓ ઘણી સામે આવતી હશે પરંતુ અહિયાં ATM માંથી નહિ પરંતુ આખું ATM જ ચોરી થઇ ગયું હતું. રાજસ્થાનના એક ગામમાં આખું ATM મશીન જ તસ્કરો ઉપાડી ગયા હતા. કોઈને પણ આ ઘટનાની જાણ નથી. ATM માં આશરે ૧૫ લાખ રૂપિયા હોવાની વાત સામે આવી રહી હતી. આ ATMમાં બે દિવસ પહેલા જ ૧૫ લાખ જેવી રકમ જમા કરવામાં આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તસ્કરોએ લોખંડની ચેનથી બાંધી કારનો સહારો લઈને ATM મશીનને ઉખાડ્યું હતું.
જોધપુર જિલ્લાના બિલારા વિસ્તારના રાજસ્થાનના ભાવી ગામમાં ગુરુવારે મોડી રાત્રે લૂંટાયેલા એટીએમમાં લગભગ 15 લાખ રૂપિયા જમા થયા હતા. એક બે દિવસ પહેલા જ ૧૫ લાખ જેટલી રકમ જમા થયાની જાણ તસ્કરોને હતી. લોકોનું માનવું છે કે, તસ્કરોને પહેલીથી ATM પર નજર હતી.
પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ગામની વચ્ચે આવેલા ATMને ઉખાડીને લઇ ગયા પરંતુ આ અંગે કોઈને પણ જાણકારી નથી. આ ATMને ઉખાડવામાં તસ્કરોને કેટલોય સમય લાગ્યો હતો પરંતુ ગામની વચ્ચે આવેલા આ ATM પર કોઈની પણ નજર નહોતી પડી. પોલીસને આ વાતથી વધારે ચોંકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ATM રૂમમાં એક પણ કેમેરો નહોતો.
પોલીસ પાસે પણ ગામની શેરીઓ માંથી નીકળતી કારની જ ફૂટેજ છે, જેના આધાર પર પોલીસ આરોપીઓને શોધી રહી છે. આ ઘટના ગુરુવારની મોડી રાતે આશરે 2 વાગ્યાની છે. આ ઘટના બાદ અતિરિક્ત પોલીસ અધિક્ષક સુનિલ પાનવર પણ ભાવી ગામ પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે એટીએમમાં લગભગ 15 લાખ રૂપિયા હતા. ઘટના સ્થળે એકનું એક વાહન આગળ પાછળ થયાના નિસાન મળી આવ્યા છે.
જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તસ્કરોએ મશીનને દોરડા અથવા લોખંડની ચેનથી બાંધીને એટીએમને ઉથલાવી દીધું હતું. ફોરવ્હીલની મદદથી પણ મશીનને ઉખાડવાના પ્રયાસો કરાયા હતા. સ્થાનિક પોલીસે જણાવતા કહ્યું હતું કે, પોલીસની અલગ અલગ ટુકડીઓ બનાવી તસ્કરોની શોધખોળ શરુ થઇ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.